Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વંદે ભારત મિશન: ભારતથી વુહાન જતી ફ્લાઈટમાં 19 મુસાફરો કોરોના સંક્રમિત

નેગેટિવ રિપોર્ટ હોય તો જ જવાની પરમિશન

નવી દિલ્હી : ભારતમાંથી ચીનના વુહાનમાં જઈ રહેલી ફ્લાઈટમાં 19 મુસાફરો કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા છે. આ અંગેની જાણકારી એર ઈન્ડિયાના એક કર્મચારીએ સોમવારના રોજ આપી હતી. આ કર્મચારીના જણાવ્યા અનુસાર 30 ઓક્ટોબરે ભારતથી ચીનના વુહાનમાં જઈ રહેલી ફ્લાઈટમાં 19 મુસાફરો કોરોના પોઝિટીવ હતા. અધિકારીએ જણાવ્યુ છે કે, તમામ લોકોનો ટેસ્ટ થઈ રહ્યો છે, જ્યાં તેમના રિપોર્ટ નેગેટિવ આવે તે પછી જ તેમને ફ્લાઈટમાં જવાની પરમિશન આપવામાં આવે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની આ મહામારીની શરૂઆત ચીનના વુહાન શહેરમાંથી જ થઈ હતી. કોરોનાના પ્રકોપને જોતા તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ રોકી દેવામાં આવી હતી. ત્યાર બાદ ભારતમાં મે મહિનામાં વંદે ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિદેશમાં ફસાયેલા ભારતીયોને વિશેષ ફ્લાઈટ દ્વારા ભારતમાં લાવવામાં આવી રહ્યા છે. આ મિશન અંતર્ગત 20 લાખથી પણ વધારે લોકોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.

(10:21 pm IST)