Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઉત્તરપ્રદેશમાં રાજ્યસભાની તમામ 10 સીટો પર ઉમેદવારો બિનહરિફ

તમામ બેઠકો પર માત્ર એક-એક ઉમેદવાર હોવાથી મતદાનની જરૂરિયાત થઈ નહી.

ઉત્તરપ્રદેશની તમામ 10 સીટો માટે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થઈ. આ ચૂંટણીમાં તમામ 10 ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા છે. તમામ બેઠકો પર માત્ર એક-એક ઉમેદવાર હોવાથી અહીં મતદાનની જરૂરિયાત ઊભી થઈ નહી.

આ ચૂંટણીમાં ભાજપમાંથી કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહ, પૂર્વ ડીજીપી બૃજલાલ, નીરજ શેખર, હરીદ્વારા દૂબે, ગીતા શાક્ય, સીમા દ્વિવેદી અને બીએલ વર્મા તેમજ સમાજવાદી પાર્ટીમાંથી રામગોપાલ યાદવ અને બસપામાંથી રામજીત ગૌતમ રાજ્યસભામાં પહોંચ્યા છે.

રાજ્યસભાની ચૂંટણીએ ગત અઠવાડિયા ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે અચાનક રોમાંચક વળાંક લીધો. સપા સમર્થિત ઉમેદવાર પ્રકાશ બજાજના આવવાથી અને ત્યાર બાદ બસપાએ સાત ધારાસભ્યોને સપાના સમર્થનમાં પોતાનો વણાંક જાહેર કર્યો હતો. જો કે, તપાસમાં પ્રકાશનું નામાંકન રદ થતાં દશેય ઉમેદવાર બિનહરીફ ચૂંટવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.

આ ચૂંટણી બસપા તથા ભાજપાની વચ્ચે નજીકના સંબંધો બનતા પણ જોવા મળ્યા હતા. જેના પર માયાવતીએ સોમવારના રોજ સ્પષ્ટતા કરતા નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યુ હતું કે, તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે, પણ ક્યારેય ભાજપ સાથે ગઠબંધન કરશે નહીં.

(8:16 pm IST)