Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવતા રાજકીય તિખારા : ભાજપે જજિયા કર સમાન ગણાવ્યું

રાજસ્થાનમાં દિવાળી પર ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવતા ભાજપ ભડકી

રાજસ્થાનમાં દિવાળી પર ફટાકડાના વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ લગાવતા ભાજપ ભડકી ગઈ છે. ભાજપે કહ્યુ છે કે, આ હિન્દુઓ પર જજિયા કર લગાવવા સમાન છે.

ભાજપના ધારાસભ્ય અશોક લાહોટીએ દિવાળી પર ફટાકડા ફોડવા અને વેચાણ પર પ્રતિબંધ લગાવતા આ નિર્ણયને હિન્દુ વિરોધી ગણાવ્યુ છે. અને તેમણે કહ્યુ હતું કે, આ હિન્દુઓ પર જજિયા ટેક્સ લગાવવા સમાન છે. ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે કહ્યુ હતું કે, પ્રદૂષણ રોકવા માટે ઈદ પર બકરાની કૂરબાની પણ રોકવી જોઈએ. કારણ કે તેનાથી પણ પ્રદૂષણ તો ફેલાય જ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અશોક ગેહલોત સરકારે ફાટકડાના વેચાણ અને આતશબાજી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. રાજસ્થાન સરકારે ફટાકડામાંથી નિકળા ઝેરી ત્તત્વોથી કોરોનાના રોગીઓ અને તેનાથી સંક્રમિત થઈ સાજા થયેલા લોકોના સ્વાસ્થ્ય પર પ્રદેશમાં ખરાબ અસર થઈ શકે છે, જેથી રાજ્યમાં ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે

(8:04 pm IST)