Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

આયુર્વેદીક દવાઓથી કોરોના દર્દી ૬ દિવસમાં થયા સ્વસ્થ

ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદે આઇએનએ કેસ સ્ટડીમાં આપ્યો જવાબ

નવી દિલ્હીઃ આયુર્વેદને કોરોનાની સારવારમાં ઔપચારીક રૂપે સામેલ કરવા અંગેના ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ભલે વિરોધ કરી રહયું હોય પરંતુ વૈજ્ઞાનિક રીતે એકત્રીત થયેલા પુરાવા તે દવાઓની ઉપયોગીતા સાબીત કરી રહયા છે.

આયુર્વેદના એમ્સ કહેનારા ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદની કેસ સ્ટડીના મુજબ ફકત આયુર્વેદીક દવાઓના માધ્યમથી કોરોના દર્દીને અંદાજે છ દિવસ સંપુર્ણ રીતે સ્વસ્થ કરવામાં સફળતા મળી.

આ કેસ સ્ટડીને જર્નલ ઓફ આયુર્વેદમાં પ્રકાશીત કરવામાં આવ્યું છે.

કેસ સ્ટડીના જણાવ્યા મુજબ એક મહીના પહેલા ટાઇફોઇડથી પીડીત વ્યકિત કોરોનાથી  પણ સંક્રમીત જોવા મળ્યો. તેમાં કોરોનાના હલ્કા સંક્રમણના લક્ષણ હતા. તપાસમાં પણ તેના કોરોના પોઝીટીવ થવાની પુષ્ટી થઇ ત્યાર બાદ ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદમાં ડોકટરોએ સંપુર્ણ રીતે આયુર્વેદીક દવાઓથી તેને સારવાર શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન દર્દીને કોઇ પણ ઓલોપેથી દવા આપવામાં આવી નથી.

(3:40 pm IST)