Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ઇંગ્લેન્ડ- સ્પેનમાં લોકડાઉન વિરૂધ્ધ હિંસક દેખાવો

ફ્રાંસ-બ્રિટન -ઓસ્ટ્રેલીયામાં લોકડાઉન જાહેર

વોશિંગ્ટન, તા.૨: વિશ્વમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૪.૬૪ કરોડને પાર કરી ગયો. જયારે મૃતકોની સંખયા ૧૨ લાખથી વધુ થઇ ગઇ છે. મહામારીની ઝપેટમાં આવેલા ૩.૩૫ કરોડ લોકો સ્વસ્થ થયા છે. વિશ્વમાં ૧.૧૭ કરોડ સક્રિય કેસ છે. જેમાં ૮૪,૪૩૧ની સ્થિતિ ગંભીર છે. આ બધાની વચ્ચે સંક્રમણના વધતા કેસ પર અંકુશ લગાવા માટે ઇંગ્લેન્ડ અને  સ્પેનમાં એક મહીનાના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી. બંને દેશોમાં લોકડાઉન વિરોધી પ્રદર્શનકારીઓએ તેના વિરૂધ્ધ દેખાવો કર્યા અને આ દરમ્યાન પોલીસની સાથે અથડામણ જોવા મળી જેમાં અનેકને ઇજા પહોંચી છે.

રીપોર્ટના જણાવ્યા મુજબ સ્પેનમાં દેખાવકારોને જયારે સુરક્ષાદળોએ હટાવાના પ્રયત્નો કર્યા તો તે હિંસા પર ઉતરી આવ્યા. આ દરમ્યાન પોલીસને રબરની ગોળીઓ  દાગવી પડી. સ્પેનમાં છ મહીનાની ઇમરજન્સીઓ અગાઉથી જ લાગુ છે. પરંતુ સંક્રમણની બીજી લહેર જોઇને સરકારે ગયા મહીને આપેલી છુટછાટ પાછી લીધી અને લોકડાઉન એલાન કર્યુ છે. બીજી બાજુ બ્રિટનના વડાપ્રધાને વિપક્ષની નારાજગીનો નજર અંદાજ કરીને લોકડાઉન જાહેર કર્યુ છે.

ફ્રાંસમાં કોરોનાની બીજી લહેરથી લોકડાઉનનું એલાન કરાયું છે. તેમજ બ્રિટનમાં ચાર સપ્તાહ માટે લોકડાઉનનું એલાન કરવામાં આવ્યુ છે.

(2:45 pm IST)