Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

ડેમોક્રેટના મતે કોરોના મુદ્દો ટ્રમ્પની કમજોરી, પણ તે તેમની ગલતસહેમી

બરાક ઓબામાના સલાહકાર રહેલ પૂર્ણીમા વોરીયાનો દાવો

ડેનવર : અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ઉપર આખા વિશ્વની નજર છે. હાલના રાષ્ટ્રપતિ અને રિપબ્લીકન ઉમેદવાર ટ્રમ્પને ડેમોક્રિટીક ઉમેદવાર બીડન ટક્કર આપી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાના પૂર્વ સલાહકાર અને નેશનલ યુએસ ઇન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સની સંસ્થાપક અને સીઇઓ પૂર્ણીમા વોરીયાએ જણાવેલ કે ડેમોક્રેટસ વિચારે છે કે કોરોના રોકવામાં નાકામી મુખ્ય મુદ્દો છે અને તે ટ્રમ્પ કમજોરી છે, પણ એ તેમની ગલતસહેમી છે.

પૂર્ણીમાએ જણાવેલ કે જેવી રીતે ભારતમાં મોદીએ તુરંત લોકડાઉન કરેલ અને તે સમયે એવું લાગેલ કે કેટલુ સકારાત્મક કામ કરેલ, પણ ત્યારબાદ મજૂરો સાથેની ભયાવહ સ્થિતી ઉભી થઇ અને બધુ બદલાઇ ગયુ. અહીં પણ એવી જ સ્થિતી ઉભી થઇ. અમેરિકામાં લોકોને ઘરમાં રોકી રાખવા ખુબજ મુશ્કેલ છે. જેમા ટ્રમ્પને દોષ દેવો મારા મતે ખોટો છે. હું સમજુ છું કે કોરોના આખી દુનિય માટે સમજની બહાર છે. જેવી રીતે ટ્રમ્પે કોરોના કાળને સંભાળ્યો તે સારો જ કહેવાશે. જો કોઇને દોષ દેવો હોય તો તે ચીન છે

શ્વેત અશ્વેતનો મુદો અહમ છે. આનાથી મતોનું વિભાજન મોટી માત્રામાં થશે. ઉપરાંત તમણે ભારતીય અમેરિકી મતદારોની મુખ્ય સમસ્યા અંગે ઉમેદવારોના ફોકસ વિશે જણાવેલ કે ઇન્ડીયન અમેરીકન મુદ્દે ઇમોગ્રેશન, શિક્ષા, પર્યાવરણ અને કટ્ટરપંથી ભેદભાવ સાથે જોડાયેલ છે. આપણે વિચારીએ છીએ કે એક ઉમેદવાર આપણું ભલુ કરશે પણ વાસ્તવમાં એવું નથી થતું. દરેક ઉમેદવાર એ જ બોલે છે, જે લોકો સાંભળવા માંગતા હોય. વ્હાઇટ હાઉસ પહોંચી બધુ ભુલી જાય છે.

આવ્રજન નિતી અને નાગરીકતા નિયમ અંગે પૂર્ણીમાએ વાત કરતા જણાવેલ કે આ મામલા અહમ સાબીત થશે. આ ભણેલ-ગણેલ દેશમાં પણ લોકો ઘેટાની ચાલમાં વિશ્વાસ કરે છે, પણ કદાચ આ સમયે બધી પોલીસી છોડી કોરોનાથી માર્યા ગયેલ ૨.૩૫ લાખ લોકોનો મુદ્દો બનાવી રહ્યા છે. જે રીતે જયોર્જ ફલોઇડની મોત ઉપર ''બ્લેક લાઇવ્સ મેટર'' કેમ્પેઇન ચલાવાયેલ અને તેનાથી દેશના લોકોને વહેંચવાની કોશીશ કરી ટ્રમ્પ તંત્રને નબળે દેખાડી તેમના મત તોડવા માટે આ પ્રકારના સ્ટંટ અજમાવાય છે.

પૂર્ણીમાએ જણાવેલ કે ટ્રમ્પ લીગલ એચ-૧-બી અને એલ-૧-વીઝા માટે પણ તૈયાર છે. પણ જે લોકો ગેરકાયદેસર અને ખોટી રીતે ફેક કાગળો બનાવી આવ્યા છે, તેમને દેશ બહાર કાઢવા માંગે છે. ટ્રમ્પ પોતાના દેશના લોકોની નોકરીઓ બચાવવા માંગે છે. ટ્રમ્પ-બીડનની ખૂબીઓ જણાવતા કહેલ કે ટ્રમ્પ બીઝનેશમેન છે, ખોટા ખર્ચ રોકે છે. કઠોર નિર્ણયોથી ટેકસ પેયરના પૈસા બચાવ્યા અને અન્ય અહમ કામોમાં લગાવ્યા, જ્યારે બીડન સાથે મારી નજરમાં તેવું નથી.

બન્ને ઉમેદવારીઓની કમીઓ અંગે પૂર્ણીમાએ જણાવેલ કે ટ્રમ્પ મુંહફાટ છે, લોકોને સાથે લઇને નથી ચાલતા, અસંતુષ્ટને તુરંત પદ ઉપરથી હટાવે છે, જ્યારે બીડનનું માનસીક સંતુલન મને વિચારતી કરી દે છે. બીડન એક ભ્રષ્ટ નેતા છે. વોલ સ્ટ્રીક જર્નલે તેમના કોમ્પ્યુટરથી પાકા પુરાવા કાઢેલ અને ઇમેલ થી તેને સાબિત કરેલ. 

(2:44 pm IST)