Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

શીવસેના-એનસીપી-કોંગ્રેસ વિધાનસભાના ઉપલાગૃહ માટે કલાકારો-ગાયકોને ટીકીટ આપશે

મુંબઇઃ ગવર્નર દ્વારા મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં નોમિનેટ થનારા ૧૨ ઉમેદવારોમાંથી ૪ આર્ટિસ્ટો (કલાકારો) હોવાની શકયતા છે. શિવસેનાએ અભિનેત્રી ઉર્ષિલા માર્તોડકરનું નામ ભલામણ માટે લગભગ નકકી કરી નાખ્યું છે. જયારે એનસીપી અને કોંગ્રેસે પણ ઉપલા ગૃહ માટે કળા અને સાંસ્કૃતિક ક્ષેત્રના જાણીતા નામો પર પસંદગી ઉતારી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળે છે. છેલ્લા કેટલાક દાયકાઓથી ગવર્નરના કવોટામાંથી રાજકીય વ્યકિતઓને વિધાન પરીષદમાં સમાવવાની પ્રથા પડી ગઈ છે. એ દ્રષ્ટિએ આટિસ્ટોને નોમિનિટે કરવાનો નિર્ણય ચીલો ચાતરનારો બની રહેશે.

 એનસીપી જાણીતા ગાયક આંનદ  શિંદે નોમિનેટ કરશે. જયારે કોંગ્રેસ ગાયક અને સંગીતકાર અનિરૂદ્ર વણકર પર પસંદગી ઉતારે એવી શકયતાછે. શિવસેના માતોડકર ઉપરાંત પક્ષના નેતા અને મોટિવેશનલ સ્પીકર નીતિન બાંગુડે પાટીલ અને મરાઠી અભિનેતા આદેશ બાંદેકરને પણ ઉપલા ગૃહમાં મોકલે એવી વકી છે. સેનાના એક પ્રધાનના જણાવવા મુજબ કોંગ્રેસ વતી મહેસુલ પ્રધાન બાળા સાહેબ થોરાત અને એનસીપી વતી અન્ન અને નાગરીક પુરવઠા  મંત્રી છગન ભુજબળે પોતાના ઉમેદવારોની યાદી મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરને સુપરતકરી હતી. ત્રણેય શાસક પક્ષો વચ્ચે થયેલી સમજુતિ મુજબ દરે઼ક પાર્ટી ચાર વ્યકિતને ઉપલા ગૃહમાં નોમિનેટ કરશે.

શિવસેનાના સૂત્રોના જણાવા મુજબ ઉર્મિલા માર્તોડકરના લડાયક મિજાજ અને મજબૂત વિચારસરણીથી પક્ષના મોવડીઓ પ્રભાવિત થયા છે. માર્તોડકર ગયા વરસે કાંેગ્રેસની ટિકીટ  પર ઉતર મુંંબઈમાં ભાજપના ગોપાલ શેટ્ટી  સામે લોકસભાની ચૂંટ્ણી હારી ગયા હતા ત્યારબાદ એમણે કોંગેસ છોડી દીધી હતી.

એનસીપીના ઉમેદવાર આનંદ  શીંદે ગાયકોના પરાનામાંથી આવે છે. એમના પુત્ર આદર્શ પણ લોકપ્રિય સિંગર છે. 

 પાર્ટી  પ્રમુખ ઉધ્ધવ ઠાકરે એકલા મુંબઈમાંથી જ ઉમેદવારો પસંદ કરવાને બદલે પક્ષનો વ્યાપ વિસ્તારવા ગામડામાંથી ચહેરા પસંદ કરવા માંગે છે.

(12:50 pm IST)