Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના વડાં જનરલ ટેડ્રોસ અધનોમ ગ્રેબ્રેસિયસ થયા ક્વોરેન્ટાઇન

કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવતા સુરક્ષા માટે સેલ્ફ-ક્વોરન્ટાઈન થયા

નવી દિલ્હી : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના વડાં જનરલ ટેડ્રોસ અધનોમ ગ્રેબ્રેસિયસ એ માહિતી આપી હતી કે તેઓ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તેમનામાં કોઈ લક્ષણો નથી. છતાં તેઓ સુરક્ષા માટે સેલ્ફ-ક્વોરન્ટાઈન થયા છે. ટેડ્રોસે ટ્વીટકરીને એ વાતની માહિતી આપી છે.

ટેડ્રોસે કહ્યું હતું કે હું કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યો છું અને મારામાં કોઈ લક્ષણો નથી. છતાં હું ક્વોરન્ટાઈન રહીશ અને ઘરેથી કામ કરીશ. દરેકે આરોગ્ય ગાઈડલાઈનનું પાલન કરવું અને કોરોનાની ચેઈનને તોડવાનો પ્રયાસ કરીશું તો જ કોરોનાને નાથી શકાશે.
ડબલ્યુએચઓ પ્રમુખ હોવાના નાતે તેઓ કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ધ લડાઇમાં અગ્રીમ મોરચા પર રહે છે. ટેડ્રોસ એ ટ્વિટર પર લખ્યું કે મહામારીથી બચવા માટે તમામે સ્વાસ્થ્ય ગાઇડલાઇન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. વાયરસનો ખતરો ઓછો થશે અને સ્વાસ્થ્ય વ્યવસ્થાઓ પર દબાણ પડવાથી બચાવી શકાય છે. તેમણે કહ્યું કે તેઓ સંગઠનની સાથે મળીને લોકોને બચાવા માટે કામ કરતા રહીશું

(11:15 am IST)