Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

પશ્ચિમ બંગાલમાં ભાજપના કાર્યકરની હત્યા

નદીયા જિલ્લામાં વિજય શીલ નામના યુવા કાર્યકરની વૃક્ષ પર લટકતી લાશ મળી

પશ્ચિમ બંગાલમાં ભાજપના કાર્યકરની હત્યા થઈ છે. પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લામાં વિજય શીલ નામના 34 વર્ષના યુવા કાર્યકરની વૃક્ષ પર લટકતી લાશ મળી હતી

 બંગાળ ભાજપના આગેવાને તે તસવીરો ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી અને પશ્ચિમ બંગાળ ભાજપ માટે લખવામાં આવ્યુ કે, વિજય માત્ર 34 વર્ષના કાર્યકર હતા. અને પાર્ટીના સક્રિય કાર્યકરો હતા. તેમની હત્યા કરવામાં આવી છે. અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ લાગ્યો છે. કેન્દ્રીય પ્રધા બાબુલ સુપ્રિયોએ પણ ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે હત્યાની ઘટનાની નિંદ કરું છુ.

(12:00 am IST)