Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઇન્ડિગોએ જાન્યુઆરી સુધીમાં બદલી નાખવા પડશે 97 વિમાનોના એન્જિનો: DGCAએ આપ્યો આદેશ

એન્જીન નહિ બદલાય તો ર DGCA આ વિમાનોનું સંચાલન રોકી દેશે

નવી દિલ્હી : ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઈન્ડિગોને તેના 23 એ320 નિયો વિમાનોમાં લાગેલા પ્રેટ એન્ડ વ્હિટની (PW) એન્જિન 19 નવેમ્બર સુધીમાં બદલી દેવાનો  નિર્દેશ આપ્યો. એવું નહીં કરવા પર DGCA આ વિમાનોનું સંચાલન રોકી દેશે. ડીસીજીએએ ઈન્ડિગોને આવા તમામ 97 વિમાનોમાં 31 જાન્યુઆરી સુધીમાં સુધારેલા પીડબલ્યુ એન્જિન લગાવવા માટે પણ કહ્યું છે.

    ડીજીસીએનો આ નિર્દેશ એવા સમયમાં આવ્યો છે કે જ્યારે સપ્તાહની અંદર જ આ એરલાઈનના ચાર વિમાનોના એન્જિન ખોટવાયા હતા. ડીસીજીએએ ઈન્ડિગોને 16 આવા એ320 નિયો વિમાનોના પીડબલ્યુ એન્જિન 12 નવેમ્બર સુધી બદલવા કહ્યું હતું, જે 2900 કલાકથી વધુ ઉડી ચૂક્યા છે. બાદમાં તેને જણાયું કે સાત અન્ય વિમાનોના એન્જિન પણ બદલવાની જરૂર છે

તાજેતરમાં જ ઈન્ડિગોએ એરબસને એ320 નિયો ફેમિલીના 300 નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ ડીલ 33 અબજ ડોલર (2.31 લાખ કરોડ રૂપિયા)ની છે. તેના દ્વારા કંપની માર્કેટ શેરના હિસાબે દેશની સૌથી મોટી એવિએશન કંપનીની પોઝિશનને જાળવી રાખવા ઈચ્છે છે.

(11:16 pm IST)