Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મુખ્યમંત્રી પદનો અમરપટો પહેરી કોઇ નથી આવ્યુઃ ફડણવીસના નિવેદન પર ઉદ્વવ ઠાકરેની સટાસટી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પ વર્ષ હું જ મુખ્યમંત્રી રહીશ એવા નિવેદન પર શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ ગુરૂવારના પાર્ટીના નવ નિર્વાચિત ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું કે મુખ્યમંત્રી પદનો અમરપટો પહેરીને કોઇ નથી આવ્યું.

        મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્ડ્ર ફડણવીસ દ્વારા પ૦-પ૦ ફોર્મ્યુલા નો વાયદો નકારવા બદલ એમણે પુછયું અમને કોઇ ખોટા ઠેરવે એ કેમ ચાલશે?

(9:55 pm IST)