Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

માલીમાં સૌથી મોટો આતંકવાદી હુમલો: 53 સૈનિકો સહિત કેટલાક નાગરિકોનાં મોત : 20થી વધુ ઘાયલ

સૈન્ય કેમ્પ પર બોમ્બ બ્લાસ્ટ કરીને હુમલો: બંદૂકધારી આતંકવાદીઓ બોમ્બના મોટા જથ્થા સાથે સૈન્ય કેમ્પમાં ઘુસ્યા

પશ્વિમ આફ્રિકી દેશ માલીમાં એક મોટા આતંકવાદી હુમલામાં 53 સૈનિકોનાં મોત થઇ ગયા છે અને કેટલાક નાગરિકો પણ માર્યા ગયા છે, અહીના એક સૈન્ય કેમ્પ પર બોમ્બ બ્લાસ્ટ કરીને હુમલો કરાયો હતા, ઘાયલ થયેલા 20 જેટલા લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે, અચાનક જ બંદૂકધારી આતંકવાદીઓ બોમ્બના મોટા જથ્થા સાથે સૈન્ય કેમ્પમાં આવી ગયા હતા અને જુદી જુદી જગ્યાએ હુમલો કરવામાં આવ્યો હતો, સૈનિકો કોઇ જવાબ આપે તે પહેલા જ તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો.

               છેલ્લા કેટલાક સમયથી અહી આતંકવાદી ગતિવિધીઓ તેજ બની છે, સૈન્ય દ્વારા આતંકીઓ સામે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યાં છે. હજુ સુધી કોઇ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી, હુમલા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

(9:47 pm IST)