Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ચંદ્રયાન-૨ પટકથાના અંત તરીકે નથી : ઇસરોના વડા કે સિવનનો દાવો

ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ કરાવાશે : ઇસરોના વડા કે સિવનની ખાતરી : ખુબ મહત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ થયા : ભવિષ્યમાં અનુભવ તેમજ ટેકનિકલ સાધનો મારફતે સોફ્ટ લેન્ડિંગ કરાવાશે

નવીદિલ્હી, તા. ૨  : ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ ન થવાને લઇને ઇસરોના વડા કે સિવાને આજે અનેક મુદ્દા પર વાત કરી હતી. ચંદ્રયાન-૨ પટકથાનો અંત નથી. ભવિષ્યમાં ચોક્કસપણે સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં સોફ્ટ લેન્ડિંગ માટેના તમામ પ્રયાસો થશે. અંતરિક્ષ સંસ્થા ઇસરોના વડાએ કહ્યું હતું કે, આવનાર મહિનાઓમાં અનેક એડવાન્સ સેટેલાઇટ લોંચ કરવામાં આવનાર છે. ચંદ્રયાન-૨ મિશનના સંદર્ભમાં તમામ લોકો માહિતી ધરાવે છે. ટેકનિકલ પાસાની વાત કરવામાં આવે તો આ બાબત યોગ્ય છે કે, અમે વિક્રમ લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ કરાવી શક્યા ન હતા પરંતુ સમગ્ર વ્યવસ્થા ચંદ્રની સપાટીથી ૩૦૦ મીટરના અંતર સુધી યોગ્યરીતે કામ કરી રહી હતી. અમારી પાસે ખુબ જ કિંમતી ડેટા રહેલા છે. ખાતરી આપતા સિવાને કહ્યું હતું કે, ભવિષ્યમાં ઇસરો પોતાના અનુભવ અને ટેકનિકલ ક્ષમતાના આધાર પર સોફ્ટ લેન્ડિંગ માટેના દરેક સંભવિત પગલા અને પ્રયાસ કરશે. ઇસરોના ૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગ પર સિવાને આઈઆઈટી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.

          ચંદ્રયાન-૨ સ્ટોરીના અંત તરીકે નથી. આદિત્ય એલ-૧ સોલાર મિશન, અન્ય મિશન પણ સફળતાપૂર્વક આગળ વધશે. એસએસએલવી ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં ઉંડાણ ભરશે. ૨૦૦ ટનના સેમી ક્રાઓ એન્જિનના ટેસ્ટિંગની પ્રક્રિયા ટૂંકમાં શરૂ થશે. મોબાઇલ ફોન ઉપર નેવિક સિગ્નલો મોકલવાને લઇને ટૂંક સમયમાં જ કામ શરૂ થશે. ભારતમાં ટેકનિકલ શિક્ષણ માટે આઈઆઈટીને ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. ત્રણ દશખ પહેલા તેઓ આઈઆઈટી મુંબઈમાંથી તેઓ ગ્રેજ્યુએટ થયા હતા. એ વખતે રોજગારીને લઇને આવી સ્થિતિ રહી ન હતી. આઈઆઈટીના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, આ સ્થિતિને પહોંચી વળવા માટે યુવા વૈજ્ઞાનિકો વધારે આશાવાદી છે.

(7:46 pm IST)