Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પ્રદૂષણ પ્રશ્ને અમરિન્દર સિંહે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો

પરાળી સળગાવવાનો મામલો

નવી દિલ્હી, તા.૨ : દિલ્હીમાં ઝેરી હવાને લઇને ભારે હોબાળો થયો છે. છેલ્લા કેટલાક દિવસથી ગેસ ચેમ્બરમાં ફેરવાયેલા દિલ્હી-એનસીઆરની પરેશાની હરિયાણા અને પંજાબમાં સતત વધી રહી છે. કેન્દ્ર સરકારની ચેતવણી બાદ હવે હરિયાણા અને પંજાબમાં ખેડૂતો નિયમને પાળ્યા વગર ખેતરોમાં બિનઉપયોગી ચીજોને સળગાવી રહ્યા છે. અનાજની કાપણી અને ઘઉંની પેદાવાર કરતા પહેલા વાવણી વચ્ચે ખેડૂતો પાસે ૧૦થી ૧૫ દિવસનો સમય હોય છે. આવી સ્થિતિમાં પાકના બિયા મુકવા માટે ખેતરોમાં એકત્રિત ચીજોને દૂર કરવાની જરૂર હોય છે.

          આવી સ્થિતિમાં ખેડૂતોની પાસે સૌથી વધારે સુવિધાજનક બાબત બિનઉપયોગી ચીજોને સળઘાવી દેવાનો હોય છે. આના કારણે પંજાબ અને હરિયાણાના ખેતરોમાંથી ઉઠનાર ધુમાડાથી દિલ્હીની હવામાં પણ અસર થઇ છે. કેન્દ્રને પત્ર લખીને અમરિન્દરસિંહે આ મુજબની વાત કરી છે. પંજાબના મુખ્યમંત્રીએ કેન્દ્રને પત્ર લખીને સહાયની માંગ કરી છે. પંજાબ અને હરિયાણામાં પ્રદૂષણને લઇને હાલ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

(7:45 pm IST)