Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પાકિસ્‍તાનમાં ઇમરાન ખાને સરકારની મુશ્કેલીમાં વધારોઃ આઝાદી મોરચાના પ્રદર્શનકારીઓ ૧૦ થી ૧પ દિવસ રાજધાનીમાં રોકાશે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં સત્તારૂઢ ઇમરાન સરકારની પરેશાનીઓ વધતી જાય છે કારણ કે ઇમરાનના રાજીનામાની માંગને લઇને ઇસ્લામાબાદ પહોંચેલા આઝાદી મોરચાના પ્રદર્શનકારી ઓછામાં ઓછા દસથી પંદર દિવસ સુધી રાજધાનીમાં ટકી કરવાના મૂડમાં છે. પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરે શુક્રવારે 'જિયો ન્યૂઝ' સાથે વાતચીત દરમિયાન મૌલાના ફજલુર રહમાનની પાર્ટી જમીયતે ઉલેમાએ ઇસ્લામ-એફના વલણનો ખુલાસો કર્યો.

મીરે કહ્યું કે ''મેં આઝાદી મોરચામાં સામેલ લોકો સાથે વાત કરી છે. આ લોકો અહીં બે અથવા ત્રણ દિવસ માટે આવ્યા નથી. તે ઓછામાં ઓછા દસ-પંદર દિવસ સુધી ટકી રહેવાના છે. મીરે કહ્યું કે મૌલાના ફજલ સાથે વાત કરી તો તેમણે પૂછ્યું કે તે આટલા બધા લોકોને પાછા તેમના ઘરે કેવી રીતે મોકલી શકે છે. મૌલાના ફજલે કહ્યું કે આગામી ચોવીસ કલાકમાં પ્રદર્શનકારી અત્યારે જ્યાં છે, ત્યાંથી આગળ વધશે.

મીરે જણાવ્યું કે 'મેં (જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ નેતા) ગફૂર હૈદરી સાથે વાત કરી અને તેમને કહ્યું કે તમે સરકાર સામે (પ્રદર્શન સ્થળને લઇને) સહમતિ બનાવી છે. તેના પર ગફૂરે કહ્યું કે સરકારે તેમના લોકોને ધરપકડ કરી પોતે જ આ કરાર તોડી દીધો છે.''

વરિષ્ઠ પત્રકારે એ પણ કહ્યું કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજ કરવાની પરવાનગી આપવા માટે તે મંચ પર ચઢી ગયા અને મૌલાના ફજલને કહ્યું કે તેમને ઘણી ફરિયાદો મળી છે કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજથી રોકવામાં આવી રહ્યા છે. આમ કરવું યોગ્ય નથી કારણ કે પ્રેસની આઝાદી પર પહેલાંથી જ ઘણી નજર રાખવામાં આવી છે. તેના પર હૈદરી સાથે વાત કરી અને પછી હૈદરી કહેવા પર તેમણે (મીરે) મંચ પરથી જાહેરાત કરી કે મહિલા મીડિયાકર્મીઓને કવરેજની પરવાનગી આપી છે અને તેના માટે ફજલનો આભાર વ્યક્ત કર્યો હતો.

(5:01 pm IST)