Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કોંગ્રેસ સાંસદ હુસૈન દલવઈએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર, 'શિવસેનાનું કરો સમર્થન'

મુંબઈ, તા.૨: મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને શિવસેના અને ભાજપ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી ખેંચતાણ શરું છે. ત્યારે હવે સત્ત્।ા માટેની આ ખેંચતાણમાં ત્રીજો પક્ષ પણ સક્રિય થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના કદાવર નેતા અને સાંસદ હુસૈન દલવાઇએ પાર્ટીના અંતરિમ અધ્યક્ષા સોનિયા ગાંધીને પત્ર લખીને મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બનાવવા અને શિવસેનાનો સાથ આપવા અંગે અપીલ કરી છે.

આ પહેલા શિવસેના સાંસદ સંજય રાઉતે ફઘ્ભ્ પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. ત્યારથી રાજયમાં નવા રાજકીય સમીકરણો ઉભા થઈ રહ્યા હોવા અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે ગઈકાલે સાંજે એક કાર્યક્રમમાં શરદ પવારે શિવસેના સાથે જવા અંગેની શકયતાને નકારી હતી.

આ બાજુ કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી કહેતી આવી છે કે જો શિવસેના ઇચ્છે તો કોંગ્રેસ સામે પોતાનો પક્ષ રજૂ કરે ત્યારબાદ રાજય કોંગ્રેસ પોતાની કેન્દ્રિય નેતાગીરી સામે આ સમગ્ર વિષય મુકશે. હવે આ જ સંબંધે કોંગ્રેસના કદાવર નેતા હુસૈન દલવઈએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. દલવાઇએ કહ્યુ કે ૨૦૦૭માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસના ઉમેદવાર પ્રતિભા પાટિલને સમર્થન આપ્યું હતું. જયારે વર્ષ ૨૦૧૨જ્રાક્નત્ન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીનું પણ સમર્થન કર્યું હતું. જેને ધ્યાને લઈને ભાજપને સત્ત્।ામાંથી બહાર રાખવા માટે કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ. દલવાઈએ કહ્યુ કે ભલે બંને પક્ષોની વિચારધારા અલગ હોય પરંતુ આ પહેલા પણ શિવસેનાએ કોંગ્રેસનું સમર્થન કર્યું છે. ૧૯૮૦ની ચૂંટણીમાં શિવસેનાએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. ૧૯૭૫માં બાલાસાહેબ ઠાકરેએ ખુલ્લેઆમ કટોકટીને પોતાનું સમર્થન આપ્યું હતું. તેમજ ૧૯૭૭ની યોજાયેલ વચગાળાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે પાર્ટીને સમર્થન કર્યું હતું.

શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીય લેખ બાદ પાર્ટીના સાંસદ સંજય રાઉતે પણ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન અંગે ભાજપના નેતા સુધીર મુનગંટીવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ રાષ્ટ્રપતિના નામનો રબર સ્ટેમ્પ પોતાના કાર્યાલયમાં જ રાખે છે કે શું? વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં હાલ એવી સ્થિતિ છે જેમાં શિવસેના અને ભાજપ છોડીને તમામ દળ એકબીજા સાથે વાતચીત કરે છે.

(4:17 pm IST)