Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

દિલ્હીમાં ઝેરી હવાઃ વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર

નવી દિલ્હી, તા.૨: રાજધાનીમાં વાયુ પ્રદૂષણ ચિંતાનો વિષય બન્યો છે. આ એક જ સમાચાર દિલ્હીવાસીઓને હેરાન પરેશાન કરી રહ્યાં છે. વાયુની ગુણવત્ત્।ા પર નજર રાખનારી એજન્સી એર વિઝયુલના જણાવ્યા અનુસાર વિશ્વમાં સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી ટોપ પર છે. તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ ભારતમાં એર કવોલિટી ઈન્ડેકસ ૬૨૨ નોંધાયો હતો, જે ભયાનક સ્તર પર છે.

ધ્યાન આપવાની વાત એ છે કે ટોપ ૧૦ પ્રદૂષિત શહેરોમાં ૮ એશિયાઈ દેશમાં છે. જયારે ૨ યુરોપીય શહેરનો સમાવેશ થયા છે. આ યાદીમાં ભારત અને ચીનના બે શહેર સામેલ છે. રાજધાની દિલ્હી પછી સૌથી વધુ પ્રદૂષિત શહેર પાકિસ્તાનનું લાહોર છે. લોહાર(૩૭૬) તે પછી કોલકત્ત્।ા(૧૭૯), પોલેન્ડનું પોજનૈન(૧૭૩), ક્રાકો(૧૬૦), ચીનનું હાંગજઉ(૧૫૯), નેપાળનું કાઠમાંડુ(૧૫૫), બાંગ્લાદેશનું ઢાકા(૧૪૭), દક્ષિણ કોરિયાનું બુસાન(૧૪૧), ચીનનું ચોન્ગકિંગ(૧૨૬) યાદીમાં સામેલ છે.

(3:57 pm IST)