Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્ટ્રમાં એક વર્ષમાં ફરી વિધાનસભા માટે ચૂંટણી થશે

મહારાષ્ટ્રમાં સ્થાયી સરકારનો ભાવ ર૦ રૂપિયા : હાલની સ્થિતીને જોતા મહારાષ્ટ્રમાં કોઇની પણ સરકાર બનશે તો પણ કેટલાક મહિનાથી વધારે ચાલી શકશે નહીં

મુંબઇ,તા. ૨: સટ્ટા બજાર સામાન્ય રીતે ચૂંટણી સુધી મર્યાદિત રહે છે. પરંતુ આ વખતે મહારાષ્ટ્માં ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ પણ સટ્ટાબજાર ગરમ છે. સટ્ટોડિયાઓનો ઉત્સાહ હાલમાં ઓછો થઇ રહ્યો નથી. કેટલાક વિશ્વસનીય સુત્રોએ કહ્યુ છે કે મુંબઇના સટ્ટાબજારમાં આ અંગેના ભાવ લાગવા લાગી ગયા છે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણની યોજાનાર છે. કેટલાક લોકો તો માની રહ્યા છે કે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકારનો ભાવ ૨૦ રૂપિયા રહેલો છે. સુત્રો કહી રહ્યા છે કે મહારાષ્ટ્રમાં હાલમાં જે પ્રકારની સ્થિતી રહેલી છે તે જોતા સટ્ટાડિયાઓને લાગે છે કે જો કોઇ નવી સરકાર આવી જશે તો પણ તે કેટલાક મહિનાઓથી વધારે ટકી શકશે નહીં. વર્ષ ૨૦૨૦માં રાજ્યમાં ફરી એકવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. બીજી બાજુ રાજ્યમાં રાજકીય ઘટનાક્રમ પર અધિકારીઓનો ઉત્સાહ પણ વધી ગયો છે. આ લોકોએ તેમના ગુપ્ત નેટવર્કને ફેલાવી દીધા છે.

 

 મુંબઇના પોલીસ કમીશનર સંજય બર્વેને ત્રણ મહિના માટે ઓગષ્ટમાં એક્સટેન્શન મળ્યુ હતુ. જે ૩૦મી નવેમ્બરના દિવસે અવધિ પૂર્ણ થઇ રહી છે. એમ પણ માનવામાં આવે છે કે જો ભાજપના મુખ્યપ્રધાન રહેશે તો અને ગૃહ મંત્રાલય પણ ભાજપની પાસે રહેશે તો બર્વેને વધારે એક્સટેન્શન મળી શકે છે. મહારાષ્ટ્રમાં મોટા પાયે વહીવટી ફેરફારની શક્યતા પણ  વ્યક્ત કરવામાં આવી રહી છે.

(3:53 pm IST)