Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

આંધ્રના મુખ્યમંત્રીની કોર્ટમાં હાજર રહેવામાંથી છુટની અરજી ફગાવી

ગેરકાયદેસર સંપતિ મામલે સીબીઆઇ કોર્ટે

હૈદ્રાબાદઃ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન રેડ્ડીને ગેરકાયદેસર સંપતિ મામલે સીબીઆઇ કોર્ટે આંચકો આપતા વ્યકિતગત હાજર ન રહેવા માટેની છુટ અરજી ફગાવી દીધી હતી. જગને જણાવેલ કે તેઓ સંવિધાનીક પદ ઉપર છે અને ઘણા કાર્યક્રમોમાં સામેલ થવાનું હોય છે. એટલે વ્યકિતગત રૂપે કોર્ટમાં હાજર રહેવામાંથી છુટ આપવામાં આવે. જો કે સીબીઆઇએ જગનની અરજીનો વિરોધ કરતા જણાવેલ કે ફકત અરજદારની વ્યકિતગત ક્ષમતામાં બદલાવ છે  ન  કે મામલાની સ્થિતિમાં.

(3:52 pm IST)