Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કેન્દ્રીય મંત્રીએ હાથ બતાવ્યો છતાં ટ્રેન નહીં રોકતા ગાર્ડ વિરુદ્ધ ફરિયાદ!

ગાર્ડ અને આરપીએફ વિરુદ્ધ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી

લખનૌ : ઉત્તર પ્રદેશના કાનપુર સેન્ટ્રલ સ્ટેશન પર  કેન્દ્રીય ગ્રામીણ વિકાસના રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિની ટ્રેન છૂટી ગઇ. તેમણે હાથ બતાવીને ટ્રેન રોકવાનો પ્રયાસ પણ કર્યો પણ ગાર્ડે કોઇ જવાબ ના આપ્યો. અને તે ટ્રેનમાં ન બેસી શકી. જે પર ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય મંત્રીના સ્ટાફે ગાર્ડ અને આરપીએફ વિરુદ્ધ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ નોંધાવી.છે
  અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિનું 29 ઓક્ટોબરે નવી દિલ્હી જનાર શ્રમશક્તિ એક્સપ્રેસમાં રિઝર્વેશન હતું. ટ્રેન ચાલુ થવાના થોડી સેકન્ડમાં જ સાધ્વી કાનપુર સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી હતી. અને આ થોડી ક્ષણ મોડા પડવાના કારણે જ તે ટ્રેનમાં બેસી નહતી શકી. આ વચ્ચે સાધ્વી અને તેમના સ્ટાફે ગાર્ડ અને આરપીએફ સુરક્ષા દળના સૈનિકોને હાથ આપી ટ્રેન રોકવાનું પણ કહ્યું. પણ તેમને આ વાતને નજર અંદાજ કરી દીધી. અને ટ્રેન ચાલી નીકળી. જે બાદ સાધ્વી અને તેમના સ્ટાફે આ અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.તે પછી સહાયક માસ્ટરના કક્ષમાં રાખેલી ફરિયાદ પુસ્તિકામાં ટ્રેનના ગાર્ડ અને આરપીએફ સુરક્ષા બળના બે સૈનિકો વિરુદ્ધ ફરિયાદ લખી. સાધ્વીએ જણાવ્યું કે "મારી સામે ટ્રેન છૂટી ગઇ. પણ ચાલુ ટ્રેનમાં ચઢવું અશક્ય હતું." વધુમાં કેન્દ્રીય મંત્રીએ કાનપુર સેન્ટ્રલ સીટીએમમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જો કે રેલ્વે અધિકારીઓએ આ મામલે હજી સુધી કોઇ પ્રતિક્રિયા નથી આપી.

(1:50 pm IST)