Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કન્નડ રાજયોત્સવ દરમિયાન પૃથક રાજય ધ્વજ ફરકાવવાનો પ્રયાસ નિષ્ફળ

બેંગલુરૃઃ કન્નડ રાજયોત્સવ અવસરે કલ્યાણ-કર્ણાટક (હૈદ્રાબાદ-કર્ણાટક) વિસ્તારના કુલબર્ગીમાં કેટલાક સંગઠનો દ્વારા પૃથક રાજયનો  ધ્વજ લહેરાવાનો નિષ્ફળ પ્રયાસ થયેલ. સરદાર વલ્લભભાઇ પટેલ ચોક ખાતે હૈદ્રાબાદ-કર્ણાટક પ્રત્યેકા કલ્યાણ કર્ણાટક રાજય હોરાટા  સમિતિના સભ્યાએ પ્રમુખ એમએસ પાટીલ નારીબોલની આગેવાનીમાં વિસ્તારના નકશા સાથેનો ઝંડો લહેરાવવા પ્રયાસ કરતા પોલીસે તેમને રોકી દીધા હતા. ત્યારબાદ તેઓ ત્યાં જ ધરણા ઉપર બેસી ગયા હતા અને રાજય સરકાર વિરૂધ્ધ નારે બાજી કરી હતી. ઉપરાંત તેમણે વિસ્તારની ઉપેક્ષા અને પછાત વિસ્તારને ઉંચો નહિ લાવવાના આરોપ લગાડેલ.

(1:02 pm IST)