Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

આ કાર છે કે બાઇક? એમાં હેલ્મેટપહેરવાનું કે સીટબેલ્ટ?

લુધિયાણા,તા.૨:પંજાબના લુધિયાણાના રોડ પર એક અજીબ વાહન ફરતું જોવા મળી રહ્યું છે. આ વાહનને કાર કહેવી કે બાઇક એ મૂંઝવણનો વિષય છે. એનું કારણ એ છે કે તેના માલિકે બાઇકને મોડિફાય કરીને કાર જેવો લુક આપ્યો છે. આગળથી જુઓ તો જાણે ગાડી લાગે છે. આગળ કારનું બોનેટ જેવું મૂકવામાં આવ્યું છે અને બાઇકની બાજુમાં બીજી એક સીટ પણ બનાવેલી છે.એને કારણે આગળથી એ જીપ જેવી લાગે છે. જોકે પાછળથી બાઇકનું બોડી ખુલ્લું છે એટલે એ બાઇક છે એવી ખબર પડી જાય છે. રસ્તે જતા એક ભાઈએ આ અજીબોગરીબ વાહનનું રેકોર્ડિંગ કરવાની સાથે એના ચાલકને ઊભા રાખીને પૂછયું તો તેણે કહ્યું કે આ વાહન તેણે જ મોડિફાય કરેલું છે. જોકે બાઇકની પાછળનો ભાગ હજી બનાવવાનો બાકી છે એટલે એ આગળથી જીપ અને પાછળથી બાઇક લાગે છે. રોડ પર આ વાહન જતું હોય તો એમાં સેફ્ટી માટે હેલ્મેટ પરવાનું કે સીટબેલ્ટ? એવો સવાલ સોશ્યલ મીડિયા યુઝર્સે કર્યો છે.

(1:02 pm IST)