Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ફીટબીટ ખરીદવા માટે ૨૧૦ કરોડ ડોલર ખર્ચશે ગુગલ

નવી દિલ્હી : ગૂગલ દ્વારા ફીટનેસ ટ્રેકીંગ ડીવાઈસ બનાવનાર કંપની ફીટબીટને ખરીદવા સોદો કરાયો છે. ગુગલ ફીટબીટને ૨.૧ અબજ ડોલરમાં ખરીદશે. આ સોદો પાર પડતા ગુગલ હેલ્થકેર સેકટરમાં પદાર્પણ કરશે. ફીટબીટે આશા વ્યકત કરી હતી કે કંપનીને ખરીદ્યા પછી ગુગલ ફીટનેસ મિશનને આગળ ધપાવશે. આખા વિશ્વમાં ફીટબીટના ૨.૮ કરોડ યુઝર્સ છે. જે લોકો ફીટનેસ જાળવી રાખવા કંપનીની પ્રોડકટ પર ભરોસો રાખે છે અને વધુ સક્રિય જીવન જીવી રહ્યા છે. એક શેરદીઠ ગુગલ ૭.૩૫ ડોલર ચૂકવશે. જેની કુલ કિંમત ૨.૧ અબજ ડોલર થવા જાય છે. હા ફીટબીટ અને એપલ વોચ વચ્ચે બજારમાં જોરદાર હરીફાઈ ચાલી રહી છે. હવે ગુગલ અને એપલ વોચ વચ્ચે ગળાકાપ સ્પર્ધા થશે.

(1:01 pm IST)