Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભારતની નિકાસ પ્રોત્સાહક યોજનાને અમેરિકાએ પડકારી : વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનો અમેરિકાની તરફેણમાં ચુકાદો

ભારતની નિકાસ પ્રોત્સાહક સ્કીમમાં આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ

નવી દિલ્હી : અમેરિકાએ ભારતની નિકાસ પ્રોત્સાહક યોજનાઓને પડકારી હતી. એમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને અમેરિકાની તરફેણમાં ચુકાદો આપી ભારતને નિયમોમાં ફેરફાર કરવાનું જણાવ્યું હતું.વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ અમેરિકાએ ભારતની વિરૂદ્ધમાં અરજી કરી હતી 

  સેટલમેન્ટ પેનલે આ અરજીનો નિકાલ કરતા કહ્યું હતું કે ભારતની નિકાસ પ્રોત્સાહક સ્કીમમાં આંતરરાષ્ટ્રીય નિયમોનો ભંગ થાય છે. ભારતને આગામી ચાર મહિનામાં નવા નિકાસ પ્રોત્સાહક નિયમો બનાવવાની ભલામણ આ સમિતિએ કરી હતી.

અમેરિકાએ આ નિર્ણયનો આવકાર્યો હતો. અમેરિકાના પ્રતિનિધિ રોબર્ટે કહ્યું હતું કે અમેરિકાએ જે મુદ્દાને ધ્યાનમાં રાખીને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ રજૂઆત કરી હતી, તેનું પરિણામ મળ્યું છે. આ નિર્ણયથી અમેરિકાને ફાયદો થશે.

   જોકે, ભારત પાસે આ ચુકાદા સામે અપીલ કરવાની પણ તક રહેશે. ભારત આગામી દિવસોમાં આ નિર્ણય વિરૂદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે. અમેરિકાએ ગત માર્ચ મહિનામાં ભારત વિરૂદ્ધ ડબલ્યુટીઓમાં નિયમોના ભંગની અરજી કરી હતી. અમેરિકાની દલીલ હતી કે ભારતની નિકાસને લગતી ઈન્સેન્ટિવ યોજનાઓથી અમેરિકાના હિતોનું નુકસાન થાય છે. તે પછી ડબલ્યુટીઓની પેનલે બંને દેશોના પ્રતિનિધઓની દલીલ સાંભળી હતી

(12:15 pm IST)