Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકાર મુશ્કેલીમાં: મૌલાના ફઝલુર રહમાનના નૈતૃત્વમાં જોરદાર વિરોધ પ્રદર્શન

મૌલાનાએ ઇમરાનને બે દિવસ પછી કંઇક મોટું થવાની ચીમકી ઉચ્ચારી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વડાપ્રધાન ઇમરાનની સરકાર મુશ્કેલીમાં મુકાઇ  છે, જમ્મુ-કાશ્મીરમાંથી ભારતે 370 હટાવી દેતા હવે પાકિસ્તાનમાં ઇમરાનના વિરોધીઓ સક્રિય થઇ ગયા છે, ધાર્મિક નેતાઓ પણ ઇમરાન સામે ષડયંત્ર કરી રહ્યાં છે, મૌલાના ફઝલુર રહમાને ઇસ્લામાબાદમાં ભવ્ય રેલી કરી હતી, જ્યાં ઇમરાન ખાનની સરકાર વિરૂદ્ધ ઝેર ઓકવામાં આવ્યું હતુ, શુક્રવારે યોજાયેલી રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા હતા, મૌલાનાએ ઇમરાનને બે દિવસ પછી કંઇક મોટું થવાની ચીમકી ઉચ્ચારી છે.

  જમીયત ઉલેમા-એ-ઇસ્લામ ફઝલ(JUI-F)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહમાને ઇમરાન ખાન પર રાજીનામું આપવા દબાણ કર્યું છે, તેમને કહ્યું કે દેશના લોકોને પાકિસ્તાન પર રાજ કરવાનો અધિકાર છે, અને ઇમરાન સરકાર નિષ્ક્રીય છે

  અત્રે ઉલ્લેખનીય છે કે મૌલાના ફઝલુર રહમાને 27મી ઓક્ટોબરના દિવસથી વિપક્ષના નેતાઓ સાથે સિંધ પ્રાંતથી 'આઝાદી માર્ચ' શરૂ કરી હતી અને તે શુક્રવારે ઇસ્લામાબાદ પહોંચી હતી, જ્યાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ઇમરાન ખાનનો વિરોધ નોંધાવ્યો હતો.

(12:12 pm IST)