Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્ટ્રમાં ભાજપે શપથગ્રહણની તૈયારી શરૂ કરીઃ વાનખેડે સ્ટેડીયમ કરાવ્યું બુક

ભાજપે સ્ટેડિયમને પાંચ નવેમ્બર માટે બુક કર્યું છે

મુંબઇ,તા.૨:મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે તેને લઇને હાલમાં દરેક પાર્ટીઓ દ્વારા મંથન ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક જીતનારી ભાજપ હવે સરકાર રચવા માટે ઉતાવળ કરી રહી છે. સાથે જ તે નિશ્યિત પણ છે. ભાજપે શપથ ગ્રહણ સમારોહ માટે મુંબઇના વાનખેડે સ્ટેડિયમને બુક પણ કરાવી દીધુ. સૂત્રો મુજબ ભાજપે સ્ટેડિયમને પાંચ નવેમ્બર માટે બુક કર્યું છે. બીસીસીઆઇની મંજૂરી બાદ સ્ટેડિયમ શપથ ગ્રહણ માટે ભાજપને મળશે.

આ પહેલા મુંબઇ પોલીસ અને અધિકારીઓની ટીમે શુક્રવારે વાનખેડે સ્ટેડિયમનું નિરીક્ષણ પણ કર્યું હતુ. જો કે પહેલા અહેવાલ એવા હતા કે શપથ સમારોહ માટે મહાલક્ષ્મી રેસકોર્સની પસંદગી થઇ હતી પરંતુ મુંબઇ પોલીસના રિપોર્ટ બાદ સ્થળ બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો. મહારાષ્ટ્રમાં સત્ત્।ાની ખેંચતાણની વચ્ચે ભાજપની સહયોગી પાર્ટી શિવસેના ૫૦-૫૦ ફોર્મુલા પર અડગ છે. જયારે કે મુખ્યપ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ કોઇ પણ પ્રકારે પીછેહટ માટે તૈયાર નથી. સાથે જ ભાજપે સ્પષ્ટ કરી દીધુ છે કે ગૃહ મંત્રાલય અને નાણા મંત્રાલય જેવા દ્યણા મહત્વપૂર્ણ મંત્રાલય પણ તે પોતાની પાસે જ રાખશે.

(11:43 am IST)