Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બંગાળના અખાતમાં નવું ડીપ્રેશન સર્જાઇ રહયું છેઃ 'બુલબુલ'વાવાઝોડામાં ફેરવાશે?

આ અઠવાડીયાના અંતમાં ઉત્તર આંદામાનના દરિયામાં સળવળાટ જોવા મળશે જેના લીધે આવતા અઠવાડીયાના પ્રારંભે બંગાળના અખાતમાં ડીપ્રેસન-હવાનું હળવુ દબાણ સર્જાવાના સંજોગો હોવાનું એક વિદેશી હવામાન શાસ્ત્રી નોંધે છે. જેને લીધે પૂર્વ ભારત ઉપર ૧૦મી નવેમ્બરથી તેની અસર જોવા મળશે. 'બુલબુલ' નામના વાવાઝોડામાં પરિવર્તીત થાય તેવી સંભાવના છે. તામિલનાડુથી પશ્ચિમ બંગાળના સાગરકાંઠે આ વાવાઝોડુ સર્જાય તો અસર કરે તેવી સંભાવના છે.

(11:41 am IST)