Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

હિન્દુ-મુસ્લીમોમાં અન્ય સમુદાય કરતા ઉચ્ચ શિક્ષણનું સરેરાશ સ્તર ખુબ ઓછુ

 નવી દિલ્હીઃ ૨૦૧૬ના પ્યુ રિસર્ચ સેન્ટરે દુનિયાભરમાં ધર્મ અને શિક્ષણ અંગે કરેલા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે હિન્દુ શિક્ષણનું સરેરાશ પ્રમાણ સૌથી ઓછું છે. વિશ્વની ૩૬ ટકા મુસ્લિમ વસ્તી અને ૪૧ ટકા હિન્દુ વસ્તી પાસે કોઈ ઔપચારિક શિક્ષણ નથી. મુસ્લિમોમાં નિરક્ષરોની સંખ્યા સૌથી વધુ છે તેમની સંખ્યા લગભગ ૪૩ ટકા છે જયારે જૈન સમુદાયમાં સૌથી વધુ સાક્ષરતા છે જેમા ૮૬ ટકા જેટલા લોકો શિક્ષિત છે. ઈ.સ.૧૮૨૦માં સમગ્ર વિશ્વમાં ફકત ૧૮ ટકા લોકો જ સાક્ષર હતા. હવે પરિસ્થિતિ તદન જુદી છે. આ સંશોધન પ્રમાણે હાલમાં વિશ્વની ફકત ૧૭ ટકા વસ્તી જ નિરક્ષર છે. છેલ્લા ૬પ વર્ષોમાં વૈશ્વિક સાક્ષરતા દર દર પાંચ ૪ ટકા જેટલો વધ્યો છે. આ સંશોધન પ્રમાણે અઝરબૈજાનમાં ૯૯ ટકાથી વધુ સાક્ષરતા દર છે જેના લીધે તે વિશ્વનો સૌથી વધુ સાક્ષર મુસ્લીમ દેશ છે.

(11:32 am IST)