Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ભારતમાં કિશોર-કિશોરીઓ અઠવાડીયે ૧ વખત પણ શાકભાજી ખાતા નથી

યુનિસેફનો આંખ ઉઘાડતો રિપોર્ટઃ આપણા દેશમાં ૮૦ ટકા બાળકોને પોષણક્ષમ ખોરાક મળતો નથીઃ વીટામીન્સ- મીનરલ્સની મોટી માત્રામાં ખામી જોવા મળી

 નવી દિલ્હીઃ યુનિસેફના એક અહેવાલ મુજબ ભારતમાં ૮૦ ટકા બાળકોને પોષક આહાર મળતો નથી. માત્ર દસ ટકા બાળકોજ રોજ ફળો અને ઇંડાં ખાઇ શકે  છે. કિશોર-કિશોરીઓના શરીરમાં વિટામિન એ, વિટામિન બી ટ્વેલ્વ અને  વિટામિન ડી જેવાં તેમજ આયર્ન અને ફોલેટજેવાં પોષક તત્ત્વો જોવા મળ્યાં નથી. યુનિસેફનો આ રિપોર્ટ તાજેતરમાં પ્રગટ થયેલા કોમ્પ્રિહેન્સીવ નેશનલ ન્યૂટ્રીશન સવે પર આધારિત છે. યુનિસેફના રિપોર્ટને 'એડોલ્સન્ટ' ડાયેટ એન્ડ ન્યૂટ્રીશનઃ ગ્રોઇંગ વેલ ઇન અ ચેજિંગ વર્લ્ડ' ટાઇટલ અપાયું હતું. આ રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે ભારતમાં ૮૦ ટકાથી વધુ બાળકોને પોષક આહાર મળતો નથી. માત્ર દસ ટકા બાળકો રોજ નિયમિત રૂપે ફળો અને ઇંડાં ખાય છે. ર૫ ટકાથી વધુ કિશોર- કિશોરીઓ અઠવાડિયે એકવાર પણ લીલાં શાકભાજી ખાતાં નથી. રિપોર્ટમાં વધુમાં જણાવાયા મુજબ આવક વધવાથી પોષક આહાર વધુ લઈ શકાય એમ. છે પરંતુ એને બદલે ભારતીય કિશોર કિશોરીઓ જંક ફૂડ, તળેલી વાનગીઓ અને સ્વીટ્સ. વધુ ખાતાં થયાં છે એટલે ૧૭થી ૧૯ વર્ષનાં આ ક્રિશોરોમાં ડાયાબિટિસ અને હાર્ટના પ્રોબ્લેમ્સ વધેલા જોવા મળ્યાં હતાં. ૧૯   ટકા કિશોરોમાં અને ૪૦ ટકા કિશોરીઓમાં એનિમિયાની અસર પણ જોવા મળી હતી.

(11:33 am IST)