Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

સામાન્ય માણસના મુકાબલે કર્મચારીઓના આરોગ્ય પર ૮ ગણો ખર્ચ કરે છે સરકાર

સામાન્ય માણસ પાછળ રૂ. ૧૧૩૬ તો કર્મચારી પાછળ વર્ષે રૂ. ૯૦૩૯ ખર્ચાય છે

નવી દિલ્હી તા. ર :.. કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓના આરોગ્ય પર પ્રતિ વ્યકિત પ્રતિ વર્ષ ૯૦૩૯ રૂપિયા ખર્ચે છે. જયારે સામાન્ય માણસ માટે સરકાર ફકત ૧૧૩૬ રૂપિયા જ ખર્ચે છે. એટલે કે સામાન્ય માણસની સરખામણીમાં કેન્દ્રીય કર્મચારીઓ પર આઠ ગણો વધારે ખર્ચ થાય છે. આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ પ્રોફાઇલ રિપોર્ટ ર૦૧૯ માં આ આંકડાઓ જાહેર થયા છે. બ્રુનેઇ, દારેસલામ જેવા નાના દેશમાં પણ પ્રતિ વ્યકિત આરોગ્ય પર ખર્ચ પ૯૯ અમેરિકન ડોલર છે પણ ભારતમાં તે ફકત ૧૬ અમેરિકન ડોલર જેટલો જ છે.

હાલમાં જ બહાર પડાયેલ આ રિપોર્ટ અનુસાર, આરોગ્ય ખર્ચની બાબતમાં ભારત ઘણુ પાછળ છે. આપણા પાડોશી દેશોમાં આપણે મ્યાંમાર, નેપાળ અને બાંગ્લાદેશથી જ આગળ છીએ. ભુટાનમાં આરોગ્ય પર માથા દીઠ ખર્ચ ૬૭.પ, શ્રીલંકામાં ૬૬, ઇન્ડોનેશીયામાં પ૦ અને ભમોરમાં ૪૪.૬, અમેરિકન ડોલર છે. અમેરિકામાં આ ખર્ચ ૮૦૭૮ અને બ્રિટનમાં ૩૧૭પ અમેરિકન ડોલર છે.

જીડીપીના કેટલા ટકા ખર્ચાય છે

આરોગ્ય પર

વધુ આવક વાળા દેશ

પ.૬૧ ટકા

ઉચ્ચ મધ્યમ આવકવાળા દેશ

૩.૯૭ ટકા

નિમ્ન મધ્યમ આવકવાળા દેશ

ર.૪૩ ટકા

નિમ્ન મધ્યમ આવકવાળા દેશ

૧.પ૭ ટકા

ભારત

૧.૧૭ ટકા

(11:27 am IST)