Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

અયોધ્યા-રાફેલ-સબરીમાલા-(RTI)

૧૦ દિવસ... ૪ ફેંસલા... બદલાશે દેશની તસ્વીર

સુપ્રિમ કોર્ટ ૧૦ દિવસમાં ૪ મહત્વના ફેંસલા આપશેઃ અયોધ્યા અંગે ૧૮૮૫થી કેસ ચાલે છેઃ સબરીમાલા મંદિરમાં બધી ઉંમરની મહિલાઓને પ્રવેશની પરવાનગી આપતા નિર્ણયની સમીક્ષા અરજી પર આવશે ફેંસલોઃ રાફેલ અંગે કેન્દ્રને કિલનચીટને પડકારતી અરજી પર પણ ફેંસલો

નવી દિલ્હી, તા.૨: આગામી ૪ નવેમ્બરથી આવતા ૧૦ દિવસની અંદર ચીફ જસ્ટીશ રંજન ગોગોઇના વડપણ હેઠળની સુપ્રિમ કોર્ટની બેંચ અયોધ્યા ભૂમિ વિવાદ સહિત ૪ મહત્વની બાબતો પર ફેંસલો આપવાની છે જેની સામાજિક, ધાર્મિક અને રાજકીય અસર પડશે. અયોધ્યા ઉપરાંત કોર્ટ રાફેલ, સબરીમાલા અને આરટીઆઇ અંગે ફેંસલો આપવાની છે

 

અયોધ્યા મામલે ચુકાદો જે ૧૮૫૮થી દેશના સામાજીક-ધાર્મિક મામલે મુખ્ય બિંદુ રહ્યો છે. જેના પર ૧૮૮૫થી કેસ ચાલી રહ્યો છે. હવે આ કેસના લાંબા ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય નોંધાશે.

 

ચીફ જસ્ટિસ ગોગોઈ બીજી પણ ત્રણ અન્ય બેન્ચની અધ્યક્ષતા કરી રહ્ય છે. જેમાં સબરીમાલા અયપ્પા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશ અંગે મંજૂરી આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સમીક્ષા અપીલ પર ચુકાદો આપી શકે છે. આ ઉપરાંત રાફેલ સોદામાં સરકારને કિલન ચીટ આપવાના નિર્ણય અને CJIના RTI અંતર્ગત લાવવાના મામલે પણ ચુકાદો આપી શકે છે.

અયોધ્યા મામલે તો અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે પાંચ ન્યાયાધીશની બેન્ચ એક સર્વસમ્મત ચુકાદો કઈ રીતે આપી શકશે. જે મુદ્દાએ બે ધર્મ વચ્ચે વૈમનસ્ય પેદા કર્યું તે મામલે એકમત ચુકાદાનું સ્વાગત કરવામાં આવશે. કેમ કે તેનાથી કોઈપણ પ્રકારની અસ્પષ્ટતા દૂર થશે. જે ૪-૧ અથવા ૩-૨ જેવા ચુકાદાને કારણે ઉદ્બવી શકે છે.

વર્ષ ૧૯૩૪માં અયોધ્યામાં એક સાંપ્રદાયિક દંગામાં બાબરી મસ્જીદના ત્રણેય ગુમ્બજ ક્ષતિગ્રસ્ત થયા હતા જે બાદ અંગ્રેજ સરકારે શહેરમાં રહેતા હિંદુઓ પાસેથી કર ઉદ્યરાવીને તેનું સમારકામ કરાવ્યું હતું. જે બાદ ૨૨ ડિસેમ્બર ૧૯૪૯ના રોજ અડધી રાત્રે રામલલાની મૂર્તિે કેન્દ્રિય ગુમ્બજના વિવાદિત ક્ષેત્રમાં રાખવામાં આવ્યા બાદ ૧૯૫૦થી મુખ્ય ગુંબજમાં જ રામલલાની પૂજાનો અધિકાર માગવામાં આવ્યો.

જે બાદ આ કેસમાં નિર્મોહી અખાડા, સુન્ની વકફ બોર્ડ અને છેલ્લે હાઈકોર્ટના એક પૂર્વ ન્યાયાધીશ દ્વારા રામલલાના નિકટના મિત્ર તરીકે રામલલા વતી પણ આ જગ્યાની માલિકીનો કેસ દાખલ કરવામાં આવ્યો.

ચીફ જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બેન્ચે ૬ ફેબ્રુઆરીના રોજ સબરીમાલા મામલે ૬૫ જેટલી અપીલો પર પોતાનો ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૮ સપ્ટેમ્બરના રોજ આપવામાં આવેલ ચુકાદાની પુનઃ સમીક્ષા કરવા અંગે ૫૭ જેટલી અપીલો દાખલ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટ આ પુનઃ સમીક્ષા અપીલો પર પોતાનો ચુકાદો આપી શકે છે.

(11:27 am IST)