Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

કાશ્મીરમાં પરિક્ષાના એક દિવસ પહેલા આતંકીઓએ સ્કૂલ સળગાવી

આતંકીઓ હાલ કાશ્મીરમાં કોઇ પણ સંજોગોમાં સ્થિતિ શાંત થવા દેવા માગતા નથી

શ્રીનગર, તા.૨: જમ્મુ કાશ્મીરમાં પરપ્રાંતિય મજૂરો, સૃથાનિક વ્યાપારીઓ અને ખેડૂતો બાદ હવે આતંકીઓ બાળકો અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવા લાગ્યા છે. આતંકીઓ જમ્મુ કાશ્મીરમાં આવેલી સ્કૂલોને નિશાન બનાવવા લાગ્યા છે.

શુક્રવારે જ આતંકીઓએ એક સ્કૂલને આગ લગાવીને ઉડાવી દીધી હતી. અહીં શુક્રવારે પરિક્ષા હતી તે પહેલા જ આતંકીઓએ આ કાયર હુમલો કર્યો હતો. જોકે તેમાં કોઇ જાનહાની નહોતી સર્જાઇ.

પોલીસના જણાવ્યા અનુસાર આતંકીઓએ શોપિયાંમાં આવેલી એક સ્કૂલને ઉડાવી દીધી હતી. આ સ્કૂલમાં શનિવારે જ બોર્ડની પરિક્ષા યોજાવા જઇ રહી હતી, જેની જાણકારી આતંકીઓને મળતા આ હુમલો કર્યો હતો જેમાં સ્કૂલને સળગાવી દીધી હતી. આ હુમલા બાદ વિદ્યાર્થીઓ અને તેમના માતા પિતા તેમજ શિક્ષકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 એવા અહેવાલો છે કે હુમલાને પગલે રાજયની મોટા ભાગની સ્કૂલો પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ૩૧જ્રાક ઓકટોબરથી જ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર થઇ ગયો છે અને સત્તાવાર રીતે જ ત્યાં હવે કેન્દ્ર શાસિત પ્રદેશ મુજબના કાયદા અને નિયમો લાગુ રહેશે.

કાશ્મીરમાં સ્થિતિ શાંત થઇ ગઇ છે અને લોકો રોજિંદા જીવનમાં વ્યસ્ત થઇ ગયા છે. જયારે આતંકીઓ હુમલા કરવા માગે છે અને હિંસા ભડકાવવા માટે સૃથાનિકોને ઉશ્કેરી રહ્યા છે જેમાં કોઇ જ સફળતા ન મળતા આતંકીઓ હવે ગુસ્સે ભરાયા છે અને સૃથાનિકોને અને ખાસ કરીને મજૂરોને તેમજ સ્કૂલોને પણ નિશાન બનાવવા લાગ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા કુલગામમાં પાંચમી ઓકટોબરના રોજ પાંચ મજૂરોની પણ આતંકીઓએ હત્યા કરી નાખી હતી, જે બાદ કાશ્મીરમાં પર પ્રાંતીઓમાં ભય જોવા મળી રહ્યો છે. આતંકીઓ હાલ કાશ્મીરમાં કોઇ પણ સંજોગોમાં સ્થિતિ શાંત થવા દેવા માગતા નથી.

જેને પગલે હવે તેઓ સૈન્યના જવાનો અને પોલીસની સાથે સાથે આમ નાગરિકોને પણ નિશાન બનાવવા લાગ્યા છે. તેથી હાલ વ્યાપારીઓ, વિદ્યાર્થીઓ, માતા પિતા અને શિક્ષકોમાં તેમજ પરપ્રાંતિય મજૂરોમાં ભયનો માહોલ છે. હાલ તેમની સુરક્ષા વધારવાના આદેશ પણ અપાયા છે.

(10:42 am IST)