Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મોદી સરકારના દાવાની પોલ ખુલી

જમ્મુ કાશ્મીરમા ત્રણ દિવસમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા

શ્રીનગર, તા.૨: જમ્મુ કાશ્મીરમા ૫ ઓગસ્ટના રોજથી લાગુ કરવામા આવેલી કલમ ૧૪૪ અને ત્યારબાદ હટાવવામા આવેલા આર્ટીકલ ૩૭૦ અને અનેક નેતાઓની ધરપકડ બાદ મોદી સરકારે દ્યાટીમા બધુ બરાબર હોવાનો સતત દાવો કર્યો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ લોકોએ ગુમાવેલાએ જીવે મોદી સરકારની બધુ બરાબર હોવાની મોદી સરકારના દાવાઓની પોલ ખોલી નાંખી છે.

જમ્મુ કાશ્મીરમા હાલમાં આતંકવાદીઓએ ધીરે ધીરે હુમલા તેજ કરી દીધા છે. જેમા છેલ્લા અઠવાડિયામા ત્રણ ગેર કાશ્મીરીઓને તેમણે નિશાન બનાવ્યા છે. બુધવારે પુલવામા આતંકીઓએ એક ગામમા છત્ત્।ીસગઢના એક મજુરનું ગોળી મારીને હત્યા કરી દેવામા આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આવી જ એક દ્યટના શોપિયા જીલ્લામા નજર આવી જેમા પંજાબના એક સફરજનના વેપારીનો હત્યા કરી દેવામા આવી અને અન્ય એક વ્યકિત દ્યાયલ થયો હતો.

તેવી જ રીતે સોમવારે કાશ્મીરમા મોબાઈલ પોસ્ટપેડ સેવા ચાલુ કરતાની સાથે જ સફરજનના બાગો વાળા શોપિયા જીલ્લામા આતંકવાદી નજરે પડ્યા અને ગેર કાશ્મીરી ટ્રક ડ્રાયવરની હત્યા કરી દેવામા આવી હતી. આ ડ્રાયવર દ્યાટીમાંથી સફરજન લઈને જઈ રહ્યો હતો.

આ ઉપરાંત ૫ ઓગસ્ટના રોજ જમ્મુ કાશ્મીરમાથી આર્ટીકલ ૩૭૦ નાબુદ કર્યા બાદ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં ગેર કાશ્મીરી લોકો પર હિંસા વધી શકે છે. તેમજ સુરક્ષા એજન્સીઓ તેને આતંકવાદીઓની હતાશા સાથે તેને જોડે છે જયારે ગેર કાશ્મીરી મજુરની હત્યા અંગે મૌન છે.

પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદી સતત ફ્રુટ ઉત્પાદકોને ધમકીઓ આપી રહ્યા છે. ઘાટીમા સપ્ટેમ્બર માસ અલગ અલગ પાકો વેચવાનો મહિનો છે. જેમાં ઘાટીમા અનેક સ્થળોએ પટ્ટી લગાવીને સફરજન ના તોડવાની ધમકી આપવામા આવી રહી છે. બારામુલામા સફરજનના વેપારીની ઘરમા ધુસીને હત્યા બાદ ધમકી સાચી સાબિત થઈ રહી છે.

રાજકીય નિષ્ણાતોના મતે ગેરકાશ્મીરીઓને ટાર્ગેટ બનાવવાની ઘટનાઓ પરથી સ્પષ્ટ છે કે આ મુદ્દો હવે ઓળખ અને સંસ્કૃતિનો બન્યો છે. જે રાજયનો વિશેષ દરજ્જો સમાપ્ત કર્યા બાદ સામે આવ્યો છે. નિષ્ણાતોના મતે લોકો પોતાની ઓળખને લઈને ચિંતિત છે તેમજ આ ઘટના તેની એક ચેતવણી છે.

(10:41 am IST)