Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ટ્રમ્પ વિરૂધ્ધ મહાભિયોગઃ પક્ષમાં ૨૩૨ અને વિરોધમાં ૧૯૬ મત પડયા

અત્યાર સુધીના રાજકીય ઇતિહાસમાં કોઇ પણ રાષ્ટ્રપતિને મહાભિયોગ મારફતે હટાવવામાં આવ્યા નથી

વોશિંગ્ટન,તા.૨: અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્ઝે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ સામે મહાભિયોગ માટે કાર્યવાહી આગળ વધારવા એક દરખાસ્તે મંજુરી આપી હતી. આ પક્ષમાં ૨૩૨ મત પડયા હતા, જ્યારે વિરોધમાં ૧૯૬ મત પડયા હતા. પ્રતિનિધિ સભામાં ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવે છે તેના નેતૃત્વમાં મહાભિયોગ તપાસક્રિયા શરૂ કરવામાં આવી છે. ટ્રમ્પ પર આરોપ છે કે તેને પોતાના વિરોધી જો બિડેન અને તેના દીકરા સામે યુક્રેનની ગેસ કંપનીમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ માટે યુક્રેન પર દબાણ કર્યું હતું.

(10:40 am IST)