Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

મહારાષ્‍ટ્રમાં બીજેપીની મુશ્‍કેલી વધીઃ અમિત શાહ મુંબઇ જશે, કોંગ્રેસમાં તુટનો ખતરો

નવી દિલ્‍હીઃ મહારાષ્‍ટ્રમાં સરકાર ગઠનને લઇ તસ્‍વીર હજુ પણ સ્‍પષ્‍ટ નથી થઇ શિવસેના હજુ પણ ર.પ વર્ષ માટે મુખ્‍યમંત્રી ખુરશી પર ચડી છે. અપક્ષ વિનોદ અગ્રવાલ અને મહેશ બાલ્‍દીએ પોતાનું સમર્થન બીજેપીને આપવાની ઘોષણા કરી છે.

અપક્ષ રાજેન્‍દ્ર રાઉત, બીજેપી બાગી ગીતા જૈન અને યુવા સ્‍વાભિમાન પાર્ટીના રવિ રાણા ભાજપાને સમર્થન આપવાનું એલાન કરી ચુકયા છે.

બુધવારના બીજેપી ધારાસભ્‍ય દળના નેતાની ચૂટણી કરવાની છે. આ માટે પાર્ટી અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય મંત્રી શાહ મુંબઇ જવાના છે.  સુત્રો મુજબ જો શિવસેના રાજી નહી તો બીજેપી અલ્‍પખતની સરકાર પણ બનાવી શકે છે. જે એમણે ર૦૧૪ વિધાનસભા ચૂંટણી પછી કર્યુ હતુ. કોંગ્રેસમાં તુટના ભણકારા પણ વાગે છે.

(12:00 am IST)