Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પ્રતિબંધ છતાં ઈરાન પાસેથી ભારત ખરીદી શકશે ક્રૂડ ઓઈલ : અમેરિકા મંજૂરી આપવા થયું સહમત

અમેરિકાએ ભારત ઉપરાંત દક્ષિણ કોરિયા, જાપાન અને તુર્કિ સહીત આઠ દેશોને મંજૂરી આપી

વોશિંગટનઃ અમેરિકાએ આઠ દેશોને પ્રતિબંધ હોવા છતાં  ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને મંજૂરી આપી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ  આ માહિતી આપી હતી. અમેરિકાએ ઈરાન સાથે થયેલા પરમાણુ સમાધાનમાંથી ખુદને છુટા કરીને ઈરાન પરના આ પ્રતિબંધો ફરીથી લાગુ કર્યા છે. 

 

  આ પ્રતિબંધ 5 નવેમ્બરથી લાગુ થયા છે. પોમ્પિયોએ જણાવ્યું કે, આ દેસો ઈરાન સાથે ચાલી રહેલી તેલ આયાતમાં ભારે કાપ મુકશે. તેના પહેલા દિવસે બ્લૂમબર્ગે અમેરિકાના એક અધિકારીના હવાલાથી જણાવ્યું કે, ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના 8 દેશ ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલની આયાતને પ્રતિબંધ આપવામાં આવી છે. 

 આ અગાઉ અમેરિકાની ઈચ્છા હતી કે ભારત સહિત ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદતા અન્ય દેશો 4 નવેમ્બરથી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનું સંપૂર્ણ બંધ કરી દે. આ દિવસ બાદ અમેરિકા તરફથી ઈરાન પર એ પ્રતિબંધો લાગુ થવાના છે. જોકે, હવે અમેરિકાએ પોતાના આ વલણમાં થોડી છૂટ આપવાનું નક્કી કર્યું છે.

(11:57 pm IST)