Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હવેથી સુપ્રીમ કોર્ટના ચુકાદાનું થશે હિંદીમાં અનુવાદ : સામાન્ય માણસ પણ સમજી શકશે

પ્રાદેશિક ભાષામાં પણ નિર્ણયનો અનુવાદ કરવા વિચારણા

નવી દિલ્હી :સુપ્રિમ કોર્ટનાં નિર્ણયને હવે અંગ્રેજીમાંથી હિંદીમાં ભાષાંતર કરવામાં આવશે. ત્યાર બાદ આને ક્ષેત્રીય ભાષાઓમાં પણ અનુવાદ કરવાની કોશિશ રહેશે. સીજેઆઇ રંજન ગોગોઇએ  જજોનાં શપથગ્રહણ બાદ મીડિયા સાથે મીટિંગમાં જણાવ્યું કે તેઓ આ વાત પર વિચાર કરી રહ્યાં છે કે વિભિન્ન રાજ્યોમાંથી આવનારા હજારો લોકોને અંગ્રેજી નથી આવડતી. એવામાં તેઓને સુપ્રિમ કોર્ટનો અંગ્રેજી આદેશ અને નિર્ણય સમજણમાં પણ નથી આવતો. જ્યારે કેટલાંક મામલાઓનાં નિર્ણય વધારે ગંભીર હોય છે.

 

 મુખ્ય જજ ગોગોઇએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં હવે આ નિર્ણયોનું હિંદીમાં અનુવાદ કરવા પર વિચાર થઇ રહ્યો છે. તેઓએ કહ્યું કે, આ સિવાય મુવક્કિલને પ્રાદેશિક ભાષામાં પણ નિર્ણયનું અનુવાદ કરવા પર વિચાર થઇ રહ્યો છે.

 

 સીજેઆઇએ કહ્યું કે 500 પત્તાઓ જેવાં મોટા જજમેન્ટને નાનું કરીને એક અથવા બે પત્તાઓમાં કરીશું કે જેથી સામાન્ય લોકોને પણ સમજણમાં આવે. 48 કલાકોની અંદર સુપ્રિમ કોર્ટમાં ચાર જજોની નિયુક્તિ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇએ જણાવ્યું કે ઇતિહાસમાં આ પહેલી વાર થયું છે કે સરકારને મોકલવામાં આવેલ સુપ્રિમ કોર્ટ કોલેજિયમની ભલામણનાં 48 કલાકની અંદર જ ચાર જજોની નિયુક્તિ થઇ ગઇ છે. સીજેઆઇએ કોલેજિયમની ભલામણનાં 48 કલાકોની અંદર જ ચાર જજોની નિયુક્તિ પર કહ્યું, આનો જવાબ તો લો મિનિસ્ટ્રી જ આપશે.

(11:15 pm IST)