Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

જમ્મુ-કાશ્મીરની પીરપંજાલ રેન્જ અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા : અદભુત સૌંદર્ય ખીલ્યું

પર્વતીય વિસ્તારોમાં વરસાદની ચેતવણી :વાદળછાયું વાતાવરણ

જમ્મુ-કાશ્મીરની પીરપંજાલ રેન્જ અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બર માસની શરૂઆતમાં બરફવર્ષા થઈ છે. હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિની પાટનવેલી અને રોહતાંગ ખાતે સવારે બરફવર્ષા શરૂ થઈ હતી.

 

  મનાલી સહીત આખી ખીણમાં વરસાદ અને હિમવર્ષા થઈ છે. બરફવર્ષાને કારણે હિમાચલ પ્રદેશ અને પીરપંજાલ રેન્જમાં તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. સિમલા ખાતેના હવમાન વિજ્ઞાન કેન્દ્ર દ્વારા શુક્રવારે અને શનિવારે મધ્ય પર્વતીય વિસ્તારો શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લૂ અને ચંબાના કેટલાક વિસ્તારમાં બરફવર્ષા અને વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ ખાતે ચાર નવેમ્બર સુધી વરસારની આગાહી કરવામાં આવી છે. સિમલામાં વાદળછાયું વાતાવરણ છે.

(10:54 pm IST)