Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની પાર્ટીનું કોંગ્રેસમાં વિલિનીકરણ

મધુ કોડા સામેલ થયા નથી : તેઓની પત્ની ગીતા કોડા કોંગ્રેસમાં જોડાયા : ચાઇબાસા સીટ પરથી લડશે ચૂંટણી

નવી દિલ્હી :ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાની જય ભારત સમાનતા પાર્ટીનો કોંગ્રેસના વિલય થયો છે. ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડૉ. અજય કુમારે કહ્યું છે કે મધુ કોડાની પાર્ટીનો તો કોંગ્રેસમાં વિલય કરવામાં આવ્યો છે. પરંતુ મધુ કોડા કોંગ્રેસમાં સામેલ થયા નથી

 

. કોંગ્રેસે કહ્યું છે કે મધુ કોડાના પત્ની ગીતા કોડાને પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગીતા કોડાને ચાઈબાસા લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે  ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.

(10:53 pm IST)