Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

ટ્રમ્પ સરકારે H-1B વિઝા નિયમો વધુ કડક બનાવ્યા : નવા વિદેશી કુશળ કર્મચારીઓને સ્પોન્સર કરતી વખતે કંપનીઓએ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની મંજૂરી મેળવવી પડશે :સ્પોન્સર કરેલા કર્મચારીઓની તમામ વિગત રજૂ કરવી પડશે

વોશિંગટન :વિદેશી કુશળ કર્મચારીઓને અમેરિકા જવા માટે અપાતા H-1B વિઝા નિયમો ટ્રમ્પ સરકારે વધુ કડક બનાવ્યા છે.જે મુજબ વિઝા મંજુર કરાવવાની પ્રક્રિયા માટે કર્મચારીઓને સ્પોન્સર કરતી કંપનીઓએ કેટલા કુશળ કર્મચારીઓને સ્પોન્સર કર્યા તથા નિમણુંક આપી તેની વિગત પણ હવે આપવી પડશે. તેથી આવા કર્મચારીઓને સ્પોન્સર કરવા માંગતી કંપનીએ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર સમક્ષ ઉપરોક્ત વિગત રજૂ કરી મંજૂરી મેળવવી પડશે.

  મંજૂરી મેળવવા માટે  નવા સ્પોન્સર કરનારા  કર્મચારીઓની વિગત તેમજ તેમની નિમણૂકનું સ્થળ તેમજ નિમણૂકનો ગાળો  સહિતની વિગતોનો સમાવેશ થાય છે.ઉપરાંત તેની શૈક્ષણિક લાયકાત પણ દર્શાવવાની રહેશે.એટલું નહીં અત્યાર સુધીમાં કેટલા કર્મચારીઓને નિમણુંક આપી તેની અંદાજિત સંખ્યા તથા સ્થળ પણ દર્શાવવાના રહેશે.નવા અરજી ફોર્મ ટૂંક સમયમાં ઓફિસ ઓફ ફોરેન લેબરની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ કરાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)