Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

હેરાલ્ડ હાઉસને કબજામાં લેવા સરકારની હિલચાલ

પ્રિન્ટિંગ માટે ફાળવેલી જમીનનો દુરુપયોગ થયો : જમીન ફાળવણી સાથે સંબંધિત શરતનો ખુલ્લો ભંગ થયો

નવી દિલ્હી, તા. ૨ :ારકારે જમીન ફાળવણી કરવા માટેની શરતોના ભંગના કારણે સેન્ટ્રલ દિલ્હી સ્થિત હેરાલ્ડ હાઉસ બિલ્ડિંગને પોતાના નિયંત્રણમાં લેવા માટેનો નિર્ણય કરી ચુકી છે. આ ઇમારત કોંગ્રેસ પાર્ટીના મુખપત્ર નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત છે. સુત્રોએ કહ્યું છે કે, આ પ્લોટ નેશનલ હેરાલ્ડ અખબારની પ્રિન્ટિંગ માટે ફાળવવામાં આયા બાદ તેનો ઉપયોગ કોઇપણ પ્રકારના પ્રિન્ટિંગ માટે કરવામાં આયો ન હતો. એવો આક્ષેપ પણ કરવામાં આવ્યું છે કે, ઇમારતોનો મોટાભાગનો હિસ્સો  ભાડા પર આપવાં આવ્યો છે. હેરાલ્ડ હાઉસને કબજામાં લેા માટે સરકારે કમરકસી લીધી છે. અખબારના પ્રિન્ટિંગ માટેમળેલી જમીનનો  દુરુપયોગ કરવામાં આયો હતો.  જાણકાર લોકોનું કહેવું છે કે, ફાળવણીને રદ કરવા સાથે સંબંધિત કાયદાકીય આદેશ એલોટીને મોકલી દેવામાં આવ્યો છે. આ મામલામાં તમામ નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાઆઓને પાળવામાં આવી છે. નિયમોનું પાલન કરવામાં આવ્યા બાદ ગ્રાઉન્ડ સર્ અને અમારી નોટિસ પણ આવી છે. સુત્રોનું કહેવું છે કે, જો સંકુલનો ઉપયોગ પ્રિન્ટિંગ પ્રેસ માટે કરવામાં આવ્યો નથી તો જમીનને ઓછા રેટ ઉપર પબ્લિશરને લીઝ ઉપર આપવાની પ્રાથમિકતા હતી. આનો મતલબ એ થયો કે, ફાળવણી જમીનનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં ઓથોરિટીની પાસે અધિકાર છે કે, હેરાલ્ડ હાઉસને સરકાર પોતાના કબજામાં લઇ લે. તપાસ ટીમે એ પણ શોધી કાઢ્યું છે કે, ઇમારતમાં ગેરકાયદે નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.  તેમણે કહ્યું છે કે, નજીકના વિસ્તારમાં પણ આ પ્રકારની ગતિવિધિ હાથ ધરવામાં આવીહતી. સત્તાવાર એલોટીને નોટિસ મોકલીને જવાબની માંગ કરામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું છે કે, આ મામલાને કોર્ટમાં પડકાર ફેંકવામાં આશે.

(7:19 pm IST)