Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મુંબઇ-પૂણે અેક્સપ્રેસ હાઇ-વે ઉપર વધુ અેક અકસ્‍માતઃ અેસયુવી કાર ૬ વખત પલટી જતા ૨ના મોત

પુણે: ખતરનાક અકસ્માતોને કારણે બદનામ મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત થયો છે. ખોપોલી નજીક થયેલા અકસ્માતમાં પૂરપાટ ઝડપે દોડી રહેલી SUV ગાડી વાર પલ્ટી મારી ગઈ હતી. ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. લખાય છે ત્યાં સુધી પોલીસ અકસ્માતનો ભોગ બનનારાઓની ઓળખ નહોતી કરી શકી.

ગાડી પુણે નજીક આવેલા પિંપરી ચિંચવાડમાં રજિસ્ટર થયેલી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ગાડીનું ટાયર ફાટવાના કારણે અકસ્માત થયાની શક્યતા છે. સ્પીડ વધુ હોવાના કારણે હાઈવે પર ગાડી વાર પલ્ટી મારી ગઈ હતી, અને બ્રિજની દીવાલને અથડાઈ હતી.

અકસ્માતને કારણે વાહનોથી ધમધમતા રહેતા હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. પોલીસે પ્રત્યક્ષદર્શીઓના હવાલેથી કહ્યું હતું કે, દીવાલને અથડાતા પહેલા ગાડી પાંચથી વાર પલ્ટી મારી હતી. અકસ્માતને કારણે કારમાં સવાર બે લોકો બહાર ફંગોળાઈ ગયા હતા અને તેમનું મોત થયું હતું, જ્યારે ડ્રાઈવર સહિત ત્રણ લોકોની હાલત ગંભીર છે.

(5:41 pm IST)