Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

અજીત જોગીના પત્નીની ટિકિટ કપાતા, સોનિયા ગાંધીને પત્ર લખી નારાજગી વ્યકત કરી

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી : પૂર્વ સીએમ

રાયપુર,તા.૨:  છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીની પત્ની રેણુ જોગીને કોટા વિધાનસભા સીટ પરથી ટિકિટ આપવામાં આવી નથી. તેના સ્થાને પાર્ટીએ વિભોર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. વિભોર સિંહ છત્તીસગઢ પોલીસમાં ડ્ઢજીઁ તરીકે ફરજ બજાવતા હતા. થોડો દિવસો પહેલા નોકરીમાંથી રાજીનામું આપી તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા.

રેણુ જોગીને કોંગ્રેસ આ વખતે ટિકિટ નહીં આપે તેવી પહેલાથી જ શક્યતા હતી. ગુરુવારે સાંજે જ્યારે કોંગ્રેસનું અંતિમ લિસ્ટ જાહેર થયું ત્યારે અપેક્ષા મુજબ તેમનું નામ નહોતું. રેણુ જોગીએ તેમની ટિકિટ કાપવા અંગે સોનિયા ગાંધીને પત્ર લખીને તેમની નારાજગી વ્યક્ત કરી છે. જોકે રેણુ જોગીને આ અંગે પહેલાથી જ અંદાજ હતો. તેથી તેમણે બે દિવસ પહેલા જ જનતા કોંગ્રેસ જોગી તરફથી કોટા વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ખરીદ્યું હતું.

શનિવારે રેણુ જોગી વિધિવત રીતે તેની પારિવારિક પાર્ટી જનતા કોંગ્રેસમાં સામેલ થઈ જશે તેવી ચર્ચા છે. રેણુ જોગીએ ટિકિટ કપાયા બાદ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે પરંતુ તે કોટા વિધાનસભા સીટ પરથી કયા પક્ષ તરફથી ચૂંટણી લડશે તે સ્પષ્ટતા કરી નથી.

(3:55 pm IST)