Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

રામચંદ્રજી ભાજપને મદદ નહિં કરે : ફારૂક

દેશના પ્રશ્નો ઉકેલાતા નથી, ભાજપ ચુંટણી હારવાનો છે : મતદાન ભગવાન નથી કરતા લોકો કરે છે : ફારૂક અબ્દુલ્લા

નવી દિલ્હીતા ૦૨ : જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપા તર તીર છોડતા ગુરૂવારે કહયું કે ભગવા પક્ષને ચુંટણી જીતવામાં ભગવાન રામ મદદગાર નહીં થાય. અબ્દુલ્લાએ કહયું કે સવાલ મંદિર, મસ્જીદ કે ગુરૂદ્વારાનો નથી આ દેશનો પ્રશ્ન છે. દેશમાં બધા ધર્મો છે અને  તેમના માટે જગ્યા છે. અબ્દુલ્લાના આ બયાન પહેલા રાજયસભાના ભાજપા સભ્ય રાકેેશસિંહાએ ગુરૂવારે કહયું કે આગામી શિયાળુ સમયમાં તે રામ મંદિર બાબત એક અંગત ખરડો લાવશે.

અબ્દુલ્લાએ પત્રકારોને કહયું '' તેઓ ચુટણી હારવાના છે, કેમકે તેમને એમ છે કે રામ તેમને વિજયી બનાવશે, મતદાન રામ નહીં પણ લોકો કરે છે ''.

દેશમાં ૨૦૧૯ની લોકસભા ચુંટણી પહેલા આ વર્ષેક મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ, મિજોરમ, અને તેલગણામાં ધારાસભા ચુંટણીની તારીખોની જાહેરાત થઇ ચુકી છે.તેમણે કહયું કે ભાજપા પેટ્રોલ-ડીઝલ નો ભાવ વધારો અને ડોલર સામે રૂપિયામાં ઘટાડો સહીતના મુદ્ે દેશની જનતા સામેથી ભાગી રહી છે.

તેમણે કહયું કે એ લોકોએ ૧૫ લાદનું વચન આપ્યું હતું તેનું શું થયું પેટ્રોલના ભાવ અને ડોલર સામે રૂપિયાના ભાવમાં ઘટાડો જુઓ.૭૪ રૂપિયા થઇ ગયા છે. આ બધાથી લોકોમાં નફરત પેદા થાય છે. ભારતને નફરતની જરૂર નથી. ભારતમાં એ સમજવાની જરૂર છે કે આપણે બધાઓ સાથે રહેવાનું છે, ભલે આપણો ધર્મ કોઇ પણ હોય. (૩.૧૪)

(3:55 pm IST)