Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

પંજાબમાં શસ્ત્રોની સાથે આંતકીની ધરપકડ : દિવાળી પર અનેક સ્થળોએ હુમલાના ષડયંત્રનો ખુલાસો

પંજાબ પોલીસને મળી મોટી સફળતા

ચંદીગઢ તા. ૨ : પંજાબ પોલીસે પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈના આતંકી મોડયુલ ખાલિસ્તાન ગદર ફોર્સનો પર્દાફાશ કરીને ગઈ કાલે પતિયાલા થી શબનમદીપ સિંહ નામના યુવકની ધરપકડ કરી.પોલીસના જણાવ્યા મુજબ,શબનમદીપની દિવાળીના તહેવાર પર પોલીસ સ્ટેશનો અને ભીડવાળા સ્થળો પર હુમલાની યોજના હતી.

ઙ્ગશબનમદીપ પાસે થી એક પિસ્તોલ અને ભારે માત્રામાં શસ્ત્રો અન્ય પ્રતિબંધિત આતંકી સંગઠનો સંબંધિત કેટલાક લેટર પેડ જપ્ત કરવામાં આવ્યા છે. ડીજીપી સુરેશ અરોડાએ જણાવ્યું કે શબનમદીપસિંહ બિલ્લા શબાના ગામનો રહેવાસી છે.

 રાજસ્થાનમાં નોંધાયેલા એક કેસમાં જામીન પર બહાર હતો.ડીજીપીએ જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે જુલાઈ ૨૦૧૮માં શબનમદીપ સિંહ સાથે પાકિસ્તાન માંથી એક પાકિસ્તાની ઇન્ટેલિજન્સ અફસર જાવેદ ખાન વજીરે સંપર્ક કર્યો હતો.અને તેની ઓળખ એક પાકિસ્તાની શીખ ગોપાલ સિંહ ચાવલા સાથે કરાવી હતી.(૨૧.૧૯)

(3:54 pm IST)