Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મોદી મધ્યપ્રદેશમાં સૌથી વધુ સભા સંબોધશે

એક ડઝનથી વધુ કેન્દ્રીય નેતા ચૂંટણી પ્રચારનો મોર્ચો સંભાળશે

નવી દિલ્હી તા. ૨ : પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મધ્યપ્રદેશમાં સૌથી વધુ તાકતનો ઉપયોગ કરશે.ભાજપે સૌથી વધુમાં નવા ચહેરા પર દાવ લગાવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌથી વધુ સભાઓ પણ ત્યાં કરવાનો નિર્ણય કર્યો છે.

ઙ્ગ વડાપ્રધાન ચૂંટણી પ્રચારમાં મધ્યપ્રદેશમાં ઓછા માં ઓછા પાંચ દિવસ રહેશે અને વીસથી વધુ સભાઓને સંબોધિત કરશે.જયારે રાજસ્થાનમાં અંદાજે પંદર સભાઓ કરવાની શકયતા છે.પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ બીજેપીના સૌથી મોટા સ્ટાર પ્રચારક હશે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ પ્રચાર કરશે. એમપીમાં ૨૦, રાજસ્થાનમાં અંદાજે ૧૫, છતીસગઢમાં ૬, તેલંગાણામા અંદાજે પાંચ તેમજ મિજોરમમાં બે સભાઓ કરવાની શકયતા છે.

પાંચ રાજયોમાં સૌથી વધુ સભાઓ શાહની થશે.  કોંગ્રેસ પણ એક એક સીટ માટે ઉમેદવાર કરવા માટે તાકાત લગાવી રહી છે.(૨૧.૧૯)

(3:54 pm IST)