Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

One Plus 6T ભારતમાં લોન્ચ થયો, કિંમત ૩૭,૯૯૯થી ૪૪,૯૯૯ રૂપિયા સુધીની..

નવી દિલ્હી, તા.૨: આ વર્ષે મે મહિનામાં જ One Plus 6 લોન્ચ થયો હતો. આ હેન્ડસેટનું અપગ્રેડેડ વેરિઅન્ટ One Plus 6T તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં ઇન-ડિસ્પ્લે ફિન્ગરપ્રિન્ટ સેન્સર, વધુ ક્ષમતાવાળી બેટરી છે. આજથી ઓનલાઇન અને ઓફલાઇન બંને ચેનલ્સ પર એ ર્મોટમાં ઉપલબ્ધ છે. 6GB રેમ/128GB મેમરી, 8GB રેમ/ 128GB મેમરી તેમ જ 8GB રેમ/256GB મેમરી એમ ત્રણ વેરિઅન્ટમાં અવેલેબલ છે, જેની કિંમત અનુક્રમે ૩૭,૯૯૯/ રૂપિયા, ૪૧,૯૯૯/ રૂપિયા અને ૪૪,૯૯૯/ રૂપિયા છે.(૨૩.૮)

 

(3:53 pm IST)