Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સંઘના પ્રમુખ ભાગવત - બીજેપી અધ્યક્ષ અમિત શાહ વચ્ચે થઇ બેઠક

શું મંદિર નિર્માણ પર થઇ વાત? એક કલાકથી વધુ ચાલુ બેઠક

નવી દિલ્હી તા. ૨ : સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષ સુધી ટાળવાના નિર્ણય પછી આ મુદ્દા પર રાજનૈતિક ઘમાસણ મચેલી છે. રાષ્ટ્રીય સેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિન્દૂ પરિષદ રામ મંદિર માટે સરકારથી અધ્યાદેશ લાવવાની માંગ કરી રહ્યા છે.

આ ઘટના વચ્ચે બીજેપી ચીફ અમિત શાહે શુક્રવારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. સમજાઇ રહ્યું છે કે, આ મુલાકાતમાં રામ મંદિર મુદ્દા પર ચર્ચા થઇ હતી. સંઘના મંદિર નિર્માણ પર સખ્ત વલણને જોતા આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સંઘ પ્રમુખ અને શાહની વચ્ચે બંધ દરવાજામાં આ બેઠક મળી છે. સૂત્રો અનુસાર, આ બેઠકમાં રામ મંદિર અને સબરીમાલા મંદિર પર ચર્ચા થઇ હતી. ભાગવત અને શાહની વચ્ચે આ મુલાકાત લગભગ એક કલાકથી વધારે સમય ચાલી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંઘ પ્રમુખે વિજયાદશમીથી એક દિવસ પહેલા પોતાના સંબોધનમાં અયોધ્યામાં મંદિર નિર્માણને લઇને વાત કરી હતી. તેમણે સરકારને એવું પણ કહ્યું હતું કે, જરૂરત હોય તો તેના માટે કાયદો બનાવવામાં આવે. બીજી બાજુ, બીજેપી અધ્યક્ષ અમિત શાહ પણ આ મુદ્દાને લઇને ખૂલીને નિવેદન આપી રહ્યા છે.

ગત મહિને અમિત શાહે કહ્યું હતું કે, તેમની ઈચ્છા છે કે રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯થી શરૂ થાય. હાલમાં તેમને કહ્યું કે વિવાદિત જમીનના માલિકાના હક્ક વિશે નિર્ણય કરતા આ વાતને નકારી ન શકાય કે ભગવાન રામનું જન્મસ્થળ પર સ્થિત તેમના મંદિરને પાડી દેવામાં આવ્યું છે.

શાહે એવું પણ કહ્યું કે, આપણે તે વાતને પણ ન ભૂલવી જોઇએ કે ૬૦૦ વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિરને પાડી દેવામાં આવ્યું હતું. ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે અયોધ્યામાં સંત સમાજની માંગોને સમર્થન કરી સંઘે બીજેપી અને કેન્દ્ર પર દબાણ વધાર્યું છે. બીજી બાજુ, શાહનું પોતાનું નિવેદન તે તરફ ઇશારો કરી રહ્યું છે કે સંભવતઃ પાર્ટી અને વિકાસ અને કલ્યાના એજન્ડાની સાથે આ સાંસ્કૃતિ અને ઓળખના આ મુદ્દાને જોડીને ફોકસમાં લાવવા માંગે છે.

(3:53 pm IST)