Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

મધ્યપ્રદેશ ચૂંટણી : બીજેપીએ ૧૭૭ ઉમેદવારોની યાદી કરી જાહેર

તેલંગાણાના ૨૮ અને મિઝોરમના ૨૪ ઉમેદવારોનું પણ લિસ્ટ તૈયાર

ભોપાલ તા. ૨ : કોંગ્રેસ જ્યાં મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે દિવસ રાત એક કરી દીધા છે. ત્યારે બીજી બાજુ બીજેપીએ આગામી વિધાનસભા ચૂંટણી માટે તેમના પત્તા ખોલ્યા છે. પક્ષે મધ્યપ્રદેશ માટે ૧૭૭ા ઉમેદવારોની ઘોષણા પણ કરી દીધી છે. પક્ષે શિવરાજસિંહ ચૌહાણમાં મંત્રી રહેલી માયાસિંહનું પત્તું કાપી નાખ્યું છે. બીજેપીએ માયાસિંહની જગ્યાએ સતીશ શિકરવારને ટિકિટ આપવામાં આવી છે. માયાસિંહ ગ્વાલિયર પૂર્વથી ચુંટણી લડતી આવી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં આવેલા મુખ્યાલયમાં આગામી વિધાનસભા ચુંટણી માટે સીટ ફાળવણીની ફોર્મ્યુલા પર ચર્ચા કરી હતી. બેઠકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં થતી ચુંટણી પર ઉમેદવારના નામ પર ચર્ચા થઇ હતી. પક્ષે મિઝોરમ માટે ૨૪ ઉમેદવારો અને તેલંગાણા માટે ૨૮ ઉમેદવારોની યાદી પર જાહેર કરી દીધી છે.

બીજેપીએ દિલ્હીમાં મધ્યપ્રદેશ માટે ૧૭૭ ઉમેદવારોની યાદી તૈયાર કરી છે એવી ખબરો હતી કે પક્ષ ૪૦ હાલના નેતાઓની ટિકિટ કાપી શકે છે. જો કે એ સ્પષ્ટ નથી થયું કે, કયાં કયાં હાલના વિધાયકોની ટિકિટ કાપવામાં આવી છે.

ભૂપેન્દ્રસિંહ (ખુરઇ), નરોત્તમ મિશ્ર (દતિયા) યશોધરા રાજે સિંધિયા (શિવપુરી), ગોપાલ ભાર્ગવ (લહરી), રાજેન્દ્ર શુકલ, સંજય પાઠક, વિશ્વાસ સારંગ, ઉમાશંકર ગુપ્તા, ગોરીશંકર બિસેન, પારસ જૈન, સુરેન્દ્ર પટવા, રામલાલ, દિપક જોશીના નામ જાહેર થયા છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ૨ નવેમ્બરથી શરૂ થશે જે ૯ નવેમ્બર સુધી ચાલશે.

(3:36 pm IST)