Gujarati News

Gujarati News

News of Friday, 2nd November 2018

સોહરાબુદ્દીન કેસઃ અમિત શાહ વિરૂદ્ઘ બોમ્બે લોયર્સ એસો.ની અરજી હાઇકોર્ટ ફગાવી

    મુંબઈ, તા.૨: બોમ્બ હાઈકોર્ટે ચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપ પ્રમુખ અમિત શાહ વિરૂદ્ઘ ટ્રાયલ કોર્ટમાં પડકારતી અરજી ન કરવાના CBIના નિર્ણય અંગે બોમ્બે લોયર્સ એસોસિએશન દ્વારા અરજી કરવામાં આવી હતી. ત્યારે આજે શુક્રવારે બોમ્બે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી છે.

CBIઅ ેબોમ્બો હાઈકોર્ટને જણાવ્યું હતું કે શેખ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે ભાજપ અધ્યક્ષને નિર્દોષ જાહેર કરવાના વિરૂદ્ઘમાં અપીલ ન કરવાનો નિર્ણય યોગ્ય હતો.આ પહેલાં સોહરાબુદ્દીન શેખના ભાઈ નયાબુદ્દીન શેખે CBIની એક વિશેષ અદાલતને કહ્યું હતું કે કથિત નકલી એન્કાઉન્ટર મામલા સાથે જોડાયેલાં નિવેદનમાં તેઓએ કયારેય ભાજપ અધ્યક્ષ અમિત શાહ કે પોલીસ અધિકારી અભય ચુડાસમાનું નામ લીધું ન હતું.સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટરમાં અનેક સમન્સ જાહેર કરવામાં આવ્યાં બાદ કોર્ટમાં હાજર થયેલાં નયાબુદ્દીને CBI જજની કોર્ટમાં સોમવારે આ નિવેદન કર્યું હતું.(૨૨.૧૩)

(3:37 pm IST)